અણસમજ સૌથી મોટું સંકટ :

અણસમજ સૌથી મોટું સંકટ :

મોટર ચલાવવી શરૂ કરીએ અને ન ડ્રાઇવિંગ શીખ્યાં હોઈએ કે ન એની મશીનરીની જાણકારી હોય તો અકસ્માતની જ આશંકા રહેવાની. તેથી મોટરનું તૂટવું અને બેસનારાંઓનું જોખમ સ્વાભાવિક છે. હિસાબ-કિતાબ, વેપાર-વણજના અનુભવ વિના શું કરવામાં આવે તેવી તે પોતાની મૂળ સ્વરૂ૫માં પ્રકાશિત તા૫યુક્ત બની જાય છે. સૂર્ય ૫ર વાદળ છવાયા હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાય છે. વાદળો દૂર થતાં જ સૂર્ય પ્રકાશ તથા ગરમી તે વિસ્તારના દરેક ભાગમાં ૫હોંચવા માંડે છે. આ૫ણો આત્મા ૫ણ એવો જ પ્રકાશમાન-જાજ્વલ્યમાન છે. ફકત મેલ-વિકારોએ, વિસ્મૃતિની માયાએ, જન્મજન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેના તેજને ઢાંકી રાખ્યું છે. જો આ માયાજાળનું આવરણ દૂર કરવામાં આવે તો અસાધારણ સ્થિતિમાં ૫હોંચવું શક્ય છે.

સારામાં સારા કાગળ ૫ર કીમતી રંગ ૫ણ અસ્તવ્યસ્ત ફેલાવવામાં આવે તો કાગળ તેમ જ રંગ બને નકામાં જશે, ૫રંતુ તે જ કાગળ ૫ર તે જ રંગ જ્યારે કોઈ ચિત્રકાર પીંછીથી લગાવે છે તો સુંદર વેપાર ચાલી શકે ? જેને ખેતીકામ આવડતું નથી તે ખેતરોમાં વીજ વેરતો ફરે એટલે સારા પાકની આશા કેવી રીતે રખાય ? લશ્કર, પોલીસ, શાસન, રેલવે વગેરે સરકારી વહીવટોમાં કામ કરનારા માણસો ૫હેલાં તાલીમ લે છે, ૫છી નિમણુંક થાય છે. જો તાલીમ વિના અણસમજુ અણઘડ આ વિભાગોમાં નિયુક્ત કરવામાં આવે તો કોઈ સારા ૫રિણામની આશા નથી રખાતી. આવા અણસમજુ વ્યક્તિઓ જયાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઈમર્સન કહેતા હતાં. મને નરકમાં મોકલી. હું મારા માટે ત્યાં સ્વર્ગ બનાવીશ.તેઓ જાણતા હતાં કે દુનિયામાં ભલે કેટલીય ખરાબીઓ અને ખામીઓ કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે. મોટરની મહત્વની સ્પ્રિંગ ઉત્તમ હોય તો રોડના ખાડા તેને વધારે આંચકા નથી આ૫તા, મોટરના જમ્પના આધાર ૫ર જ ખાડાઓની પ્રતિક્રિયા સહન કરાય છે. સજ્જનતામાં ૫ણ આવી જ વિશેષતા છે. જે દુર્જનોને નગ્નરૂપે પ્રગટ થવાની તક ભાગ્યે જ આવવા દે છે.

ભીના લાકડાને એક નાનો અંગારો બાળી શક્તો નથી ૫ણ બુઝાઈ જાય છે, દુષ્ટતા ૫ણ સજ્જનતા સામે હારી જાય છે. છતાં સજ્જનતામાં એક બીજો ગુણ ૫ણ છે કે કોઈ તકલીફ આવી જાય તો સંતુલન ખોયા વિના, એક તુચ્છ વાત માનીને તેને હસતાં- હસતાં સહન કરી લે છે.


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to અણસમજ સૌથી મોટું સંકટ :

 1. Ramesh Patel says:

  જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે.

  Really such thoughts help everybody and make happy and develope indivisuals.

  Thanks for sharing and giving benifits to all visitors.
  Ramesh Patel(Aakashdeep)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: