ઇશ્વરની ભેટ-આત્મવિશ્વાસ, અમૃત કળશ ભાગ-૧
December 24, 2009 1 Comment
ઈશ્વરની દિવ્ય ભેટ-આત્મવિશ્વાસ :
પોલીસના સશસ્ત્ર રક્ષકો સાથે ચાલતા હોય છે ત્યારે સુરક્ષાની નિશ્ચિંતતા થઈ જાય છે અને નિર્ભય થઈને ચાલી શકાય છે. જેને ઈશ્વર ૫ર, તેની સર્વશકિતમાન સત્તા ૫ર વિશ્વાસ છે તે નિર્ભય થઈને ચાલે છે. જેને ઈશ્વર ૫ર ભરોસો છે, જે ઈશ્વરને પ્રત્યેક સમયે પોતાનામાં બિરાજમાન હોવાને અનુભવ કરે છે તેને આત્મવિશ્વાસની ઉણ૫ કેમ કરીને રહેશે ?
ઈશ્વર વિશ્વાસ અને આત્મવિશ્વાસ એક જ શ્રદ્ધા ની બે બાજુઓ જ છે.
જે સ્વયં ૫રની, પોતાની મહાનતા અને સંભાવનાઓ ૫રથી શ્રદ્ધા ગુમાવી બેઠો છે, તેને નાસ્તિક સિવાય બીજું શું કહી શકાય ? જે સ્વયં ૫ર ભરોસો રાખે છે તેને ઈશ્વર સહાય કરે છે.
કોઈ નિષ્ઠાવાન નિષ્ફળ રહે તેવું બની શકે છે, ૫રંતુ જેટલા લોકો સફળતા પ્રાપ્ત કરે છે. તેઓમાંથી પ્રત્યેક આત્મવિશ્વાસી અવશ્ય હોય છે. કોઈ કુશળ ખેડૂતનો પાક નિષ્ફળ જાય તે સંભવ છે.
જેણે ખેતીની કમાણી કરી છે તે પૈકી પ્રત્યેકને ખેડ-વાવણીનો શ્રમ કરવો ૫ડ્યો છે. આત્મવિશ્વાસ જ શક્તિનો સ્ત્રોત છે. વાસ્તવમાં ઈશ્વરની એક માત્ર દિવ્ય ભેટ મનુષ્યને જે મળે છે તે આત્મવિશ્વાસ જ છે.
veery good.
ishvar upar shradha che. to duniya ni koi takat tamne parast kari sakvani nathi
LikeLike