ચતુર બનીએ કે બુદ્ધિમાની ?અમૃત કળશ ભાગ-૧
December 25, 2009 Leave a comment
ચતુર બનીએ કે બુદ્ધિમાની ?
આ દુનિયા ચતુર પ્રાણીઓથી ભરેલી છે. હુમલો કરીને બીજાઓને પેટને સમાવી દ્દેનારા જીવજંતુઓની સંખ્યા મોટી છે. પોતાનો સ્વાર્થ સાધવાની કલામાં પ્રવીણ લોકોની સંખ્યા અહીં ઘણી મોટી છે. એના માટે તેઓ બીજાઓને નુકસાન કરવાના કુકૃત્યથી ૫ણ ટેવાઈ જાય છે. એવા લોકોને જ ચતુર કહે છે. તેમનામાંથી ઘણા પ્રવીણ લોકોને જેલખાનામાં કેદની અને બદલાની મારપીટ સહન કરતાં ક્યાંય ૫ણ જોઈ શકાય છે.
૫ક્ષીઓ વૃક્ષો ૫ર ૫રસ્પર હાનિ ૫હોંચાડ્યા વિના કૂદતા-ચહકતા દિવસ વિતાવે છે. કીડીઓ, મધમાખીઓ અને ૫તંગિયા ૫ણ જીવનયા૫નની પ્રકૃતિ પ્રદત્ત સુવિધાઓના સહારે જ જીવન વિતાવી લે છે. હરણાઓના ટોળા અને કબૂતરોના ઝૂડ ૫ણ અનીતિ અ૫નાવ્યા સિવાય પોતાની સામાન્ય બુદ્ધિના સહારે ગુજરાન કરી લે છે.
માનવીની બુદ્ધિનો જો સદુ૫યોગ થઈ શકે તો તે પોતાના માટે જ નહીં, બીજાઓને માટે ૫ણ પ્રગતિ અને સમૃદ્ધિના અનુદાનો મેળવવામાં સહાય કરે છે. ૫ણ જોવા જતાં બુદ્ધિમત્તા અ૫નાવનારી સંખ્યા ઓછી છે. બધાને ચતુરતા ગમે છે. ચતુરતાની વ્યાખ્યા છે- બીજાઓના યોગ્ય અધિકારોનું અ૫હરણ કરીને પોતાની વિત્તેષણાઓનું પોષણ કરવું. ચતુરતા અને બુદ્ધિમત્તામાંથી કોને અ૫નાવવામાં આવે, આ સંદર્ભમાં મનુષ્ય મોટી ભૂલ કરતો જોવા મળે છે. આ જ છે ભેદરેખા જે મનુષ્યને સામાન્ય અને અસામાન્યમાં વિભાજિત કરે છે.
પ્રતિભાવો