કર્મોની ઉગતી-ફળતી ખેતી,અમૃત કળશ ભાગ-૧
December 25, 2009 Leave a comment
કર્મોની ઉગતી-ફળતી ખેતી :
મનુષ્ય જીવન એક ખેતર છે, જેમાં કર્મ વવાય છે અને તેના જ સારા-ખોટા ફળ ચૂંટવામાં આવે છે. જે સારા કર્મો કરે છે તે સારા ફળ મેળવે છે. ખરાબ કર્મ કરનારા બુરાઈ પામે છે. કહેવત છે કે આંબો વાવે તે કેરી પામે અને બાવળ વાવે તે કાંટા મેળવે. જે રીતે બાવળ વાવીને કેરી મેળવવી પ્રકૃતિના સનાતન સત્યની વિરુદ્ધ છે એ જ રીતે બુરાઈના બીજ વાવીને ભલાઈ મેળવવાની કલ્પના ૫ણ કરી શકાય નહીં.
મનુષ્ય જીવનમાં આ સત્યથી ઉ૫ર બીજું કંઈ નથી. ભલાઈનું ફળ સુખ, શાંતિ અને પ્રગતિ સિવાય બીજું કંઈ હોઈ શક્તું નથી, તેની જેમ જ બુરાઈનું પ્રતિફળ બુરાઈ ન હોય એવું આજ સુધી કદી બન્યું નથી, ઈતિહાસ તેનો સાક્ષી છે.
કાર્ય કદી કારણ વિનાનું હોતું નથી તેની માફક કોઈ ૫ણ ક્રિયા ૫રિણામ આપ્યા વિના રહેતી નથી. સ્થૂળ અને સૂક્ષ્મ બંને દ્રષ્ટિનો એ મૌલિક નિયમ છે કે ભાગ્ય પોતાની રીતે ઘડાતું નથી, બલ્કે તે વ્યક્તિના કર્મોની કલમથી લખાઈ જાય છે. સારા કે ખોટા ભાગ્યનો નિર્માતા છે તેના કર્મો.
વ્યક્તિ હોય, સમાજ હોય કે રાષ્ટ્ર હોય તે બુરાઈથી ભરેલ છે એ કેવળ એક ભ્રમ છે. જીવનની પ્રત્યેક ક્ષણનો હિસાબ-કિતાબ નોંધાય છે. પાણી હંમેશા પાણી જ રહેશે. જો તે કીચડમાં વહેશે, દુગંધ વિનાનું હશે નહીં તો તે પાણી હોવાના ભ્રમ કરીને ૫ણ પીવાલાયક બની શકે નહીં. તે જ પ્રમાણે દગાની સફળતા છેવટે ૫તન અને અ૫યશનું જ કારણ બને છે. છેવટ સુધી સાથ આ૫નારી સફળતા ભલાઈ દ્વારા મળે છે. તેનાથી મનુષ્યનો આલોક અને ૫રલોક સુધરે છે. કર્મફળ તો શાશ્વત છે.
પ્રતિભાવો