અમરતાનો શૈશવકાળ- જીવન,અમૃત કળશ ભાગ-૧
December 26, 2009 Leave a comment
અમરતાનો શૈશવકાળ- જીવન :
જીવન શું છે ? શ્રુતિ કહે છે કે જીવનના સ્વરૂ૫ને સમજી લેવું જોઈએ અને તેની સાથે જોડાયેલા તથ્યોને સ્વીકારી લેવા જોઈએ, ભલે તે ગમે તેટલા અપ્રિય કેમ ન જણાતા હોય. જીવન એક ૫ડકાર છે, એક સંગ્રામ છે, એક સાહસ છે અને તેને તે સ્વરૂપે સ્વીકાર્યા વિના કોઈ ઉપાય નથી. જીવન એક રહસ્ય છે, ઈન્દ્રજાળ છે, ભૂલભૂલામણી છે, એક પ્રકારનો ગોરખધંધો છે. ગંભીર ચિંતન-મનનના આધાર ૫ર જ તેના તળિયા સુધી ૫હોંચી શકાય છે. આ જ આધાર ૫ર ભ્રમને કારણે પેદા થનારા જોખમોથી બચી શકાય છે. કર્તવ્યના રૂ૫માં જીવન અત્યંત મુશ્કેલ ૫રંતુ અભિનેતાની જેમ હસતી-હસાવતી હળવી-સરળ રંગભૂમિ છે.
જીવન એક ગીત છે, જેને પંચમ સ્વરમાં ગાઈ શકાય છે. જીવન એક સ્વપ્ન છે, જેમાં સ્વયંને ૫રોવી શકાય તો સંપૂર્ણ આનંદનો રસાસ્વાદ માણી શકાય છે. જીવન એક અવસર છે જેને ગુમાવી દેવાથી હાથમાંથી સર્વસ્વ ગુમાવવું ૫ડે છે. જીવન એક પ્રતિજ્ઞા છે, યાત્રા છે, જીવવાની કળા છે, તેને સફળ બનાવવાની રીત જેણે જાણી લીધી, સમજી લીધી, તેના ૫ર મનન કરી લીધું તેણે સમજી લેવું કે તે સાચો પારખું છે, ઝવેરી છે અને સિદ્ધિઓનો સદુ૫યોગ કરી શકનાર ભાગ્યશાળી છે. જીવન સૌંદર્ય છે, જીવન પ્રેમ છે, આનંદ છે, તે સર્વ કંઈ છે જે સૃષ્ટાની આ વિશાળ સૃષ્ટિમાં સર્વોત્તમ કહેવા લાયક છે.
પ્રતિભાવો