જાની તથા જ્ઞાની
December 26, 2009 4 Comments
જાની તથા જ્ઞાની
જે જ્ઞાની છે એને અહંકાર સ્પર્શી પણ શક્તો નથી. “જ્યારે ‘હુ’ હતો ત્યારે ‘તુ’ નહોતો, હવે ‘તુ’ છે, તો ‘હુ’ નથી” આ ઉક્તિ જ્ઞાનીને લાગુ પડે છે. જ્યાં સુધી મનુષ્યને સાચું જ્ઞાન થતું નથી ત્યાં સુધી જ ‘હુ’ એટલે કે અહંકાર રહે છે. ‘સર્વ ખલુ ઈદં બ્રહ્મ’ આ બધું બ્રહ્મ જ છે, આત્મા જ છે એવું સમજનાર મનુષ્ય પોતાના આત્માને બીજાં પ્રાણીઓના શરીરમાં રહેલા આત્માથી ભિન્ન માનતો નથી. તો પછી અહંકાર પોતાની મેળે જ એનાથી દૂર ભાગે છે. આ જ રીતે એને કોઈ પ્રકારની આકાંક્ષા પણ રહેતી નથી કારણ કે ત્યારે એનામાં વ્યાપક્તાનો પ્રસાર થઈ જાય છે.
સંસારમાં એને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. એને સિદ્ધિનો લોભ નથી રહેતો. વાસ્તવમાં જોવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જશે કે અહંકાર જ એક એવું તત્વ છે કે જેણે મૂળતત્વથી મનુષ્યને અલગ કરી દીધો છે અને તેથી જ આજે માનવજીવન દુ:ખો અને વિપત્તિઓથી ઘેરાયેલું છે. જેમણે જ્ઞાનપૂર્વક અહંકારને દિવ્ય બનાવી લીધો છે તેઓ જ્ઞાની છે. જેનામાં શુદ્ર અહંકાર છે તે ભલે પંડિત હોય, વિદ્વાન હોય કે શિક્ષિત હોય, છતાં તેઓ જ્ઞાની નથી. એમને ‘જાની’ કહી શકાય.
-અખંડજ્યોતિ, સપ્ટેમ્બર-1948, પેજ-21
One jani says, ” અહંકાર અને અસંતોષ માણસને આળસુ બનવા દેતા નથી-અને પ્રગતી અને નવી દીશાઓ ખોલવામાં પ્રેરણાદાયી બને છે.”
http://www.bpaindia.org
LikeLike
One jani says,
“પ્રયત્ન જારી છે . જેમ જેમ દુર થતો જાય છે, તેમ તેમ વધારે સારાં સર્જન આવતાં જાય છે.
‘ રીવર વોક અને બંધ બારી’ આ કક્ષાનું લખાણ હતું .”
http://www.bpaindia.org
LikeLike
One jani says, ” પ્રયત્ન જારી છે . જેમ જેમ દુર થતો જાય છે, તેમ તેમ વધારે સારાં સર્જન આવતાં જાય છે.
‘ રીવર વોક અને બંધ બારી’ આ કક્ષાનું લખાણ હતું .”
http://www.bpaindia.org
LikeLike
Of the jani said,” છેવટે એટલું તો સાબિત થયું કે “જાની”-પંડિત-વિદ્વાન અને શિ઼ક્શીત હોય છે.”
http://www.bpaindia.org
LikeLike