જેવી તમારી દ્રષ્ટિ તેવી લાગે સૃષ્ટિ
December 26, 2009 Leave a comment
જેવી તમારી દ્રષ્ટિ તેવી લાગે સૃષ્ટિ
મનની શરીર પર તેમજ શરીરની મન પર સતત અસર થતી હોય છે. જેવું તમારું મન એવું જ તમારું શરીર અને મન એક સિક્કાની બે બાજું છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા હોય તો મન પણ બેચેન અને દુ:ખી થઈ જાય છે. વેદાંતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું જ્પ અપ આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થયું છે.
જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના અથવા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. માણસનાં માતાપિતા, પરિસ્થિતિ, જન્મસ્થળ, ઉંમર, તંદુરસ્તી, વિશેષ પ્રકારનું શરીર મેળવવું વગેરે એ આપણા પોતાના વ્યક્તિગત અને માનસિક સંસ્કારો પર આધાર રાખે છે. આપણી બહારની દુનિયા એ આપણા સંસ્કારોનો પડછાયો માત્ર છે.
સંસાર પોતે પોતાની મેળે શ્રેષ્ઠ કે ખરાબ નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આપણને દેખાશે કે આ સંસાર એવો છે કે જેવી કલ્પના આપણા અંતરમનમાં છે. આપણા અંત:કરણમાં જેવું સ્વરૂપ અંકિત થયેલું હોય છે એવી આપણી દુનિયા છે. સંસારમાં ભલું કે ખરાબ, શ્રેષ્ઠ કે નિમ્ન, ભવ્ય કે કુરૂપ વગેરે તો આપણા મનની ઉત્તમ કે નિમ્ન સ્થિતિ માત્ર છે. એ આપણા હાથની વાત છે કે આપણે આપણું જીવન ઈર્ષા, દ્વેષ તથા સ્વાર્થની આગમાં બાળીને દુ:ખી થવું કે સદ્દગુણોનો સમાવેશ કરી આપણા અંત:કરણમાં શ્રેષ્ઠતાની સ્થાપના કરી સુખમય જીવન જીવવું. સંસારમાં સુખી કે દુ:ખી રહેવું એ મનની સ્થિતિ પર નિર્ભર છે.
-અખંડજ્યોતિ, ફેબ્રુઆરી-1946, પેજ-4
પ્રતિભાવો