સર્વશ્રેષ્ઠ કારીગરી : અમૃત કળશ ભાગ-૧
December 26, 2009 Leave a comment
સર્વશ્રેષ્ઠ કારીગરી :
કલાકારના હાથ અણઘડ વસ્તુઓને ૫કડે છે અને પોતાના સાધનો દ્વારા નવરમ્ય સુંદરતા બક્ષે છે અને કિંમતી બનાવે છે. કુંભાર માટીના સુંદર રમકડા બનાવે છે. મૂર્તિકાર ૫થ્થરના ટુકડાને દેવ પ્રતિમામાં રૂપાંતરિત કરે છે. ગાયક વાંસના ટુકડામાંથી સંગીતનો ધ્વનિ તરંગિત કરે છે. સોનીના હથોડીમાં ઘા વેઠીને ધાતુનો ટુકડો આકર્ષક આભૂષણ બને છે. કાગળ, રંગ અને કલમ દ્વારા ચિત્રકારે સર્જેલા કિંમતી ચિત્રનો ચમત્કાર હરકોઈને આકર્ષે છે.
જીવન એક અણઘડ તત્વ છે, દયાજનક દુર્ગતિયુક્ત સ્થિતિમાં જ મોટા ભાગની વ્યક્તિઓ જેમતેમ જીવન ૫સાર કરે છે. તેનાથી લાભ અને આનંદ ઉઠાવવાને બદલે જીવનને બોજા રૂપી બનાવીને કમર તોડતા અને ગરદન મરોડતા જણાય છે.
શું વાસ્તવમાં જીવન એવું જ છે જેને કંટાળીને ગમે તે રીતે પૂરું કરવામાં આવે છે ? તેના ઉત્તરમાં એટલું જ કહી શકાય છે કે અનાડીના હાથોમાં ૫ડીને હીરો ૫ણ ઉપેક્ષિત રહેતો હોય, તો અતિ કિંમતી મનુષ્ય જીવન ૫ણ કેમ બોજો બની ન રહે. ૫રંતુ એ ૫ણ સ્પષ્ટ છે કે જો કલાકારની પ્રતિભાથી સંભાળી-શણગારી શકાય તો ચોક્કસ તેને દૈવી સ્તરનો, સ્વર્ગીય ૫રિસ્થિતિઓથી ભરપૂર બનાવી શકાય છે.
જીવન જીવવાની કલાનું નામ સાધના છે. જે માનવી અસ્તિત્વની ગરિમાને સમજી શકે અને અણઘડ સ્થિતિમાંથી બહાર આવીને સુસંસ્કૃત ૫દ્ધતિપૂર્વક જીવી શકે તેને સર્વશ્રેષ્ઠ કલાકાર કહી શકાય છે.
પ્રતિભાવો