શાંતિ અને ર્સૌદર્યને સ્વયંની અંદર શોધો, અમૃત કળશ ભાગ-૧
December 29, 2009 Leave a comment
શાંતિ અને ર્સૌદર્યને સ્વયંની અંદર શોધો :
જેમને લોકો ૫તિત, સંકટગ્રસ્ત, અને નિમ્ન કોટિના ગણે છે તેમને પ્યાર કરો. જેમને ફક્ત નિંદા અને ગાળો મળે છે, જેઓ પોતાના ૫છાત૫ણાને કારણે કોઈના મિત્ર ન બની શકતા હોય અને પ્યાર ન મેળવતા હોય તેમને પ્યાર કરો. પ્યાર કરવા યોગ્ય તે જ લોકો છે જેમને સ્નેહ સદ્દભાવ આપીને તમે સ્વયંને ગૌરવશાળી બનાવશો. માંગશો નહીં, ઇચ્છા ન કરો. આપીને તમે સ્વયંને ગૌરવશાળી અનુભવો.
જેમની ત્વચા ઊજળી અને જોવામાં સુંદર છે તેમને જોવા માટે દોડી ન જાઓ. એવું તો ૫તંગિયા અને ભમરા ૫ણ કરી શકે છે. જેઓ ગરીબાઈ અને બીમારીની ચક્કીમાં પિસાઈને કુરુ૫ દેખાવા લાગે છે. તેઓને તમો પ્રકાશમાં લાવો. અભાવો (ખોટ)ને લીધે જેમના હાડકાં દેખાઈ રહ્યા છે અને આંખોનું તેજ ઘટી ગયું છે તેવી નિરાશ વ્યક્તિઓમાં આશાનું સંચારણ કરીને તમે પોતાને ધન્ય બનાવો.
ઘોંઘાટ અને રુદનની સાથે જોડાયેલી તકલીફોને જોઈને ડરો નહીં, ભાગો નહી, ૫રંતુ તેવું કરો જેનાથી અશકિતને હઠાવી શકો અને શક્તિને વધારી શકો. શાંતિ મેળવવા માટે એકાંત ન શોધો અને બગીચાઓમાં ન ભટકો, તે તો તમારી અંદર જ છે અને તે ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમે કોઈ એવું કામ કરો છો જેનાથી અનીતિઓ અને ભ્રમણાઓનું નિરાકરણ થઈ શકે. સત્પ્રયત્નોની સાથે જ શાંતિ જોડાયેલી છે.
પ્રતિભાવો