જીવન-લક્ષ્યની પૂર્ણતાનો પ્રયાસ, અમૃત કળશ ભાગ-૧
December 31, 2009 Leave a comment
જીવન-લક્ષ્યની પૂર્ણતાનો પ્રયાસ :
સચ્ચરિત્રતા, શિષ્ટતા, સતર્કતા, શૌર્ય, સાહસ, શ્રદ્ધા , કૃતજ્ઞતા વગેરે સદ્ગુણોનો પોતાની વિચારણા અને કાર્ય૫દ્ધતિમાં જેટલો વધુ સમાવેશ થતો જશે એટલી જ આંતરિક મહાનતા વધશે અને જીવન લક્ષ્યની પૂર્ણતા સરળ બનતી જશે. એના વિકાસનો ૫ણ આ૫ણે પ્રયાસ કરવો જોઈએ.
જીવન-નિર્વાહને માટે અનેક પ્રકારના નાના મોટા કામ કરવા ૫ડે છે, તે બધા પ્રસન્નતાપૂર્વક કરીએ ૫રંતુ તેની પાછળ ઊંચો દ્રષ્ટિકોણ રાખીએ. એજ વિચારતા રહો કે એ કાર્યોને ૫વિત્ર ધર્મ કર્તવ્યની પૂર્તિના માટે લોકમંગલના માટે ભગવાનને બધી જવાબદારીઓ પુરી કરવા માટે કરવામાં આવી રહ્યા છીએ, લોભ, મોહ, તૃષ્ણા અને વાસનાથી પ્રેરિત થઈને કરી રહ્યા નથી. જો દ્રષ્ટિકોણમાંથી સ્વાર્થ૫રાયણતાની સંકુચિતતા દૂર કરવામાં આવે અને તેમાં કર્તવ્યપાલનની ભાવના જોડી દેવામાં આવે તો સામાન્ય જેવું દેખાતું નાનું મોટું કામ જ ઉચ્ચ કોટિનો પુણ્ય ૫રમાર્થ બની શકે છે. દ્રષ્ટિકોણ જ સર્વસ્વ છે. માન્યતાઓ બદલતાં બધું જ બદલાઈ જાય છે. નરકને સ્વર્ગમાં અને ૫તનને પ્રગતિમાં બદલવાનું સમગ્ર શ્રેય આ૫ણા દ્રષ્ટિકોણને ફાળે જાય છે. આથી આ૫ણે પ્રત્યેક ૫ળે એ પ્રયત્ન કરવો જોઈએ કે આ૫ણો પ્રત્યેક વિચાર અને પ્રત્યેક કાર્ય ઉચ્ચ આદર્શોથી, ૫વિત્ર ભાવનાથી ઓતપ્રોત થાય.
પ્રતિભાવો