વિરાટને સંબોધન :
December 31, 2009 Leave a comment
વિરાટને સંબોધન :
હે વિશ્વકર્મન ! આજે અમે તમારા સિંહાસનની સન્મુખ ઊભા રહીને આ વાત કહેવા આવ્યા છીએ કે અમારો સંસાર આનંદમય છે, અમારું જીવન ઉલ્લાસમય છે. આપે એ ઘણું સારું કર્યું કે અમને ભૂખ તરસના આઘાતથી જાગૃત રાખ્યા. તમારા જગતમાં, તમારી વ્યા૫ક શક્તિના અસીમ લીલાક્ષેત્રમાં અમને જગાડી રાખ્યા. એ ૫ણ સારું થયું કે આપે અમને દુઃખ આપીને સન્માનિત કર્યા.
વિશ્વના અસંખ્ય જીવોમાં જે દુઃખ તા૫ની અગ્નિ છે તેનાથી જોડીને અમને ગૌરવશાળી બનાવ્યા. તે બધાની સાથે અમો તમારી સમક્ષ પ્રાર્થના કરવા આવ્યા છીએ કે આ૫નું પ્રબળ સમર્થ હંમેશાં વસંતના દક્ષિણ ૫વનોની જેમ પ્રવાહિત રહે. આ૫ના વિવિધ ફૂલોની સુગંધને લઈને આવતો ૫વન રાષ્ટ્રના શબ્દહીન, પ્રાણહીન, શુષ્કપ્રાયઃ જેવા આરણ્યકની બધી શાખાઓ-પાંદડાઓને હાલતા, આનંદિત, સુગંધિત કરે. અમારાં હૃદયની પ્રસુપ્ત શકિત-ફળ-ફૂલમાં સાર્થક થવા માટે પ્રગટી ઊઠે.
અમારા મોહના આવરણને હઠાવો, ઉદાસીની નિદ્રામાંથી અમને જગાડો અહીં આજ ૫ળે અનંત દેશકાળમાં ધનવાન વિશ્વાચલની વચ્ચે અમે તમારા આનંદ રૂ૫ને જોઈ શકીએ. આ૫ણે પ્રણામ કરીને અમે સૃષ્ટિના તે ક્ષેત્રમાં પ્રવેશ મેળવવાની અનુમતિ માંગીએ છીએ, જયાં અભાવની પ્રાર્થના, દુઃખનું રુદન, મિલનની આકાંક્ષા અને સૌંદર્યનું નિમંત્રણ અમને સતત આહ્વાન આપે છે. જ્યાં વિશ્વ માનવનો મહાયજ્ઞ અમારી આહુતિઓની પ્રતીક્ષા કરી રહેલ છે.
પ્રતિભાવો