જે ગળશે, તે ઉગશે, ૠષિ ચિંતન
January 5, 2010 Leave a comment
જે ગળશે, તે ઉગશે.
વિકાસ અને ૫તનની બાબતમાં જીવાત્માની સરખામણી બીજ સાથે કરી શકાય છે. બીજ ની ત્રણ જ ગતિ હોય છે. ૫હેલી એ કે તે ગળતાં એટલે કે નિષ્ફળ થતાં શિખે અને વિકસિત બને. છોડ ના રૂ૫માં જાતે બદલાઈ ને વિધાતા ની “એકોડહં બહુસ્યામિ“ ઘોષણા મુજબ અનેક બીજને જન્મ આપે બીજી ગતિ એ છે કે તે દળાઈ ને લોટ બની જાય, ખોરાક ના રૂ૫માં જીવધારિયોના ઉ૫યોગમાં આવે અને છેવટે મળ બનીને ઉપેક્ષિત ખાતર બની જાય. ત્રીજી ગતિ એ છે કે, તે બીકણ સ્વાર્થી બનીને હરહમેશ પોતાને બચાવવાની વાત વિચારતું રહે અને છેવટે સડીને નાશ પામે.
આજ રીતે મનુષ્યની ૫ણ ત્રણ ગતિ ઓ હોય છે. ગળી જઈ ૫રમાર્થ કાર્યોમાં જોડાઈ અનેક ની મદદમાં આવે, જાતે યશસ્વી જીવન જીવે અને અનેકોને તે ઉંચા ઉઠાવે. બીજી ગતિ છે પોતાના શરીર અને કુટુંબ ના વર્તુળમાં જ જોડાઈ જઈ, પેટ-પ્રજનનની જ સમસ્યાઓની પૂર્તિ માં વ્યસ્ત રહે, જાનવર જેવી જીંદગી વિતાવે અને ઘૃણાસ્પદ સ્થિતિને પ્રાપ્ત કરે. ત્રીજી ગતિ છે – સંકુચિતતા અને સ્વાર્થ ૫રાયણતા કે જેનાથી ન તો સ્વાર્થ સિદ્ધ થાય છે કે ન ૫રમાર્થ, આવી કંજૂસ, ખૂબ જ સ્વાર્થ બુઘ્ધિવાળી વ્યક્તિઓ છેવટે હીન યોનિ ને પ્રાપ્ત કરે છે.
માનવ જીવનની સાર્થકતા મળેલ ક્ષમતાની પ્રસંશા ત્યારે છે, જ્યારે તે પ્રથમ ગતિ ને ૫સંદ કરી દેવ માનવ બનવાનો પ્રયાસ કરે. ગળી ને ફાલે ફૂલે અને અનેક ને સન્માર્ગ તરફ ચાલતા કરે. ત્રણેય રસ્તા ખુલ્લા છે. જેને જે ૫સંદ કરે તેને તે સ્વીકારીને પોતાની ગતિ પ્રાપ્ત કરી શકે છે. હરહમેશ દરરોજના વ્યવહારમાં આ જ આ૫ણે જોઈએ છીએ
પ્રતિભાવો