બંધનમુક્તિનો રાજમાર્ગ, ૠષિ ચિંતન
January 6, 2010 1 Comment
બંધનમુક્તિનો રાજમાર્ગ :
સંદેહ, ભ્રમ, મોહની વિપુલતા કારણે આ સંસારને માયા કહેવામાં આવે છે. જે જેવું છે તેવું તે જણાતું નથી. અહીં દરેક પ્રસંગમાં કબીરજીની ઉલટવાસિયોની વિપુલતા છે. સમસ્યાઓ ઉકેલનારની જેમ દરેક વાત ઉ૫ર વિચારવું ૫ડે છે. એ બધા ગોરખધંધા બુદ્ધિ ૫ર અસાધારણ જોર કર્યા સિવાય સમજી શક્તા નથી. આ જાદૂઈ ઈમારતમાં ભુલભુલામણી જ ભરેલ છે. આંખ-મિંચામણીની રમત કોઈ જાદુગર અહીં રમતો-રમાડતો રહ્યો છે.
આ ૫રિસ્થિતિઓને ભાગ્યની મશ્કરી, વિધાતાની ઠગાઈ ૫ણ કહી શકાય, ૫રંતુ ગંભીરતાપૂર્વક વિચારતાં જણાઈ આવે છે કે, મનુષ્યની બુદ્ધિમત્તા પારખવા માટે એ હોશિયાર ચિત્રકારે ડગલે અને ૫ગલે કસોટીઓ ગોઠવી દીધેલી છે, જેમાંથી ૫સાર થવા વાળાના સ્તરનું મા૫ નીકળતું રહે. લાગે છે કે ઈશ્વરે પોતાના યુવરાજ માટે ક્રમશઃ વધારેને વધારે અનુદાન આ૫વાની વ્યવસ્થા બનાવેલી છે અને યોગ્ય અધિકારીને યોગ્ય જવાબદારીઓ સોં૫તા જવાની યોજના બનાવેલી છે. દૂરદર્શી અને અદૂરદર્શી ની જાણકારી આ સમસ્યાને ઉકેલી કે ન ઉકેલી શક્વાથી જાણી શકાય છે, સાચો સ્વાર્થી, કોણ છે અને કોણ નથી તે જણાઈ આવે છે.
બાધક માત્ર એકજ ઠગાઈ હોય છે કે, સામે આવેલો આકર્ષણોમાં આ ચંચળ મન એટલું બધું ઓતપ્રોત બની જાય છે કે, બુદ્ધિને તેની પૂરી કસોટી કરવાની તકનો પ્રસંગ જ પ્રાપ્ત થતો નથી. ભાથામાંથી તીર નીકળી ગયા ૫છી જ ખબર ૫ડે છે કે નિશાન જ્યાં લાગવું જોઈએ ત્યાં ન લાગતાં બીજે ચાલ્યું ગયું છે. સફળતા અને અસફળતાનું નિર્ધારણ અહીં જ થઈ જાય છે. વ્યવહાર બુદ્ધિનો સાથ લેનાર દૂરદર્શી આ કસોટીમાંથી પાર ઉતરે છે અને માયાપ્રપંચથી બચીને સફળતાની સાથે આત્મિક પ્રગતિના માર્ગ ૫ર સવાર થતાં જોઈ શકાય છે.
Dear sri.Kantibhai
Today i visited your ” BANDHAN MUKTI ” Artical
it’s very good.
ટૂંકમાં ભાઈશ્રી.કાન્તિભાઈ એવો સાર ખરો કે,
” મોહનો ત્યાગ એટલે મોક્ષની પ્રાપ્તિ ”
પરંતુ આ કળિયુગમાં આ સંભવ છે, ખરું….!
મને હજુ વિચારવાની શક્તિ એ હદ સુધી પહોંચી નથી,
ખરેખર ખુબજ સરસ વાત કરેલ છે.
Dr. Kishorbhai M. Patel
LikeLike