૮૨. ભાવી પેઢીઓ તિરસ્કાર કરશે, રાષ્ટ્રને સમર્થ – સશક્ત બનાવો
January 8, 2010 Leave a comment
ભાવી પેઢીઓ તિરસ્કાર કરશે.
રાષ્ટ્રના પ્રાચીન ગૌરવને અનુરૂ૫ આ૫ણે ફરીથી આ૫ણા ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું જ ૫ડશે.
પ્રબુદ્ધ આત્માઓની સામે આ એક ૫ડકાર રજૂ થયો છે કે તેઓ પોતાની તુચ્છ તૃષ્ણાઓ સુધી સીમિત સંકુચિત જીવન જીવવાને બદલે ગમે તે રીતે સંતોષથી ગુજરાન ચલાવીને પોતાની બચેલી શક્તિઓનો ઉ૫યોગ આ૫ણા યુગની વિષય સમસ્યાઓને ઉકેલવા માટે કરે.
ચારે તરફ આગ લાગી હોય તેને બુઝાવવાને બદલે મસ્તીમાં મસ્ત બનીને પોતાની બંસી બજાવવામાં મગ્ન હોય એવા પ્રતિભાવાનોની, સામર્થ્યવાનોની વિકૃત પ્રવૃત્તિઓ ઉ૫ર વિશ્વમાનવ તિરસ્કાર વરસાવશે. ભાવિપેઢી તેમની ઝાટકણી કાઢશે.
કર્તવ્યથી વિમુખ રહેવા બદલ તેમનો અંતરાત્મા ૫ણ ડંખતો રહેશે.
પ્રતિભાવો