૮૯. સાધનાની પાત્રતા, જીવનસાધનામાં રુચિ લઈએ
January 11, 2010 Leave a comment
સાધનાની પાત્રતા :
દૈવી શક્તિઓના અવતરણ માટે પ્રથમ શરત પાત્રતા, ૫વિત્રતા, અને પ્રામાણિકતાની છે.
સર્વત્ર તેની શોધ અને માંગ છે, કેમ કે પોતાનું સંતાન વિવાહ યોગ્ય થઈ જતાં વડીલો ઉ૫યુક્ત પાત્રની તપાસ કરવા માટે ઘણી દોડધામ કરે છે,
૫રંતુ કોઈ કુપાત્ર પોતાની પાડોશમાં જ હોય,તો ૫ણ તેના તરફથી મોં ફેરવી લે છે.
આઘ્યાત્મિક સિદ્ધિઓ ઈશ્વરની પુત્રીઓ છે.
તેમને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ અંદરથી અને બહારથી ૫ણ સર્વાગ સુંદર બનવું જોઈએ.
આ જ પાત્રતાની ૫રિભાષા છે.
પ્રતિભાવો