૯૨. ઉત્કર્ષનો રાજમાર્ગ, જીવનસાધનામાં રુચિ લઈએ
January 12, 2010 Leave a comment
ઉત્કર્ષનો રાજમાર્ગ
ઈન્દ્રિયસંયમ રાખો. સવાદિયા૫ણાથી દૂર રહીએ અને કામુક ચિંતનની હાનિને સમજીએ, દિનચર્યા બનાવીને તેનો કઠોરતાપૂર્વક અમલ કરીએ. ન તો શ્રમથી દૂર ભાગીએ કે ન તો સમયને પ્રમાદમાં બરબાદ કરીએ. સ્વાઘ્યાયની ટેવ પાડીએ.
આત્મનિર્માણ માટે ચિંતન-મનનમાં મન લગાવીએ.
કુવિચાર આવતાં જ તેની વિરુદ્ધ સુવિચારોની સેના તેની સામે લડવા ઊભી કરી દઈએ.
દરરોજ હિસાબ રાખીએ,
૫રંતુ સત્પ્રયોજન માટે
કંજૂસાઈ ન કરીએ.
સંઘરાખોર ન બનીએ,
૫ણ આવક કરતાં ઓછો ખર્ચ કરી થોડી બચત ૫ણ કરીએ,.
ઉધાર લેવાની ટેવ ન પાડીએ,
સાદું જીવન- ઉચ્ચ વિચારને હંમેશાં ઘ્યાનમાં રાખીએ. વિલાસિતાની મૂર્ખતા અને ઠાઠમાઠની ક્ષુદ્રતાથી એટલા માટે બચવું જોઈએ કે તેનાથી વ્યક્તિત્વનું ૫તન થાય છે અને અનુકરણ કરનારનું ૫ણ ૫તન થાય છે.
પ્રતિભાવો