૯૬. વ્રતશીલ બનો, જીવનસાધનામાં રુચિ લઈએ
January 13, 2010 Leave a comment
વ્રતશીલ બનો.
વ્રતનો આઘ્યાત્મિક અર્થ એવું આચરણ છે, જે શુદ્ધ સરળ અને સાત્વિક હોય અને જેનું પાલન ખાસ મનોયોગપૂર્વક કરવામાં આવ્યું હોય. એવું જોવા મળે છે કે વ્યાવહારિક જીવનમાં ઘણા લોકો મોટે ભાગે સત્ય બોલે છે અને સત્યનું આચરણ ૫ણ કરે છે, ૫રંતુ કેટલીક ક્ષણો એવી આવી જાય છે કે સત્ય બોલવું તે સ્વાર્થ અને ઈચ્છા પૂર્ણ કરવામાં બાધા રૂ૫ બને છે.
તે સમયે લોકો ખોટું બોલી જાય છે અને અસત્ય આચરણ કરી બેસે છે.
પોતાના સ્વાર્થ ખાતર સત્યની અવગણના કરવી એનો મતલબ એ થયો કે આ૫ણી નિષ્ઠા એ આચરણમાં નથી.
અર્થાત આ૫ણે વ્રતશીલ નથી એવું કહેવાય.
પ્રતિભાવો