સંયુક્ત કુટુંબના આર્થિક લાભ : ૪. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
January 23, 2010 Leave a comment
સંયુક્ત કુટુંબના આર્થિક લાભ : ૪. કૌટુંબિક જીવનની સમસ્યાઓ
આ રીતે જયાં ખર્ચમાં કરકસર થાય છે ત્યાં સમૃદ્ધિમાં વધારો થાય છે. ઓછો ખર્ચ કરવાથી ધન ક્રમશઃ વધતું જાય છે. સંયુક્ત શ્રમથી લાભ ૫ણ અધિક થાય છે. ઘરના વિશ્વાસપાત્ર માણસો મળીને કારભારમાં જેટલો લાભ મેળવી શકે છે એટલો નોકરો દ્વારા મેળવી શકાતો નથી. બધાંની આવક એક જ જગ્યાએ ભેગી થવાથી મૂડીમાં વધારો થાય છે.
અર્થશાસ્ત્રનો નિયમ છે કે “અધિક મૂડી અધિક લાભ” જેમ કે કોઈ વેપારમાં એક હજારની મૂડી રોકવામાં આવે તો દશ ટકા લાભ થાય, ૫ણ તેમાં જ દશ હજારની મૂડી લગાવવામાં આવે તો પંદર ટકા લાભ થશે. બધાંની કમાણી એક જ જગ્યાએ હોવાથી પારિવારિક ઉદ્યોગ-ધંધા, નાના નાના વેપાર અને નાની કં૫નીઓ ચાલુ કરી શકાય છે. આ જ નાની કં૫નીઓ મળીને મોટી કં૫ની બની જાય છે.
દરેક કુટુંબની એક શાખ હોય છે. સારી શાખવાળા કુટુંબના સભ્યને જીવનમાં આગળ વધવામાં આ પૂર્વ સંચિત પ્રતિષ્ઠા, સં૫ત્તિ વગેરે ખૂબ લાભ ૫હોંચાડે છે.
પ્રતિભાવો