ઉન્નતિ નહીં પ્રગતિ અપેક્ષિત, અમૃત કળશ ભાગ-૧
January 24, 2010 Leave a comment
ઉન્નતિ નહીં પ્રગતિ અપેક્ષિત
ઉન્નતિ કરી શકવી કઠિન નથી. નવજાત બાળક મોટું થઈને છ ફૂટની ઊંચાઈ સુધી ૫હોંચે છે. વડનું નાનું વક્ષ વિકસિત થઈને ઘણી મોટી જમીનને ઘેરી લે છે. નિર્દયી વાઘ વનરાજ કહેવાય છે. કીડીઓના દરોમાં પુષ્કળ અનાજ જમા થયેલું જોવા મળે છે. ૫હેલવાન અને સરકસના ખેલાડીના કાર્યો આશ્ચયચક્તિ કરે છે. ખિસ્સાકાંતરૂ પોતાની જિંદગીમાં લાખોના અધિકારી બને છે. ચતુર વ્યવસાયી લોકો મહેલો ઊભા કરે છે અને મોટરમાં સફર કરે છે. લક્ષાધી૫તિઓ અને અમીર સામંતોની આ દુનિયામાં ખોટ ક્યાં છે.
ઉન્નતિ કરનારાઓની યાદી મોટી છે. એના માટે હરીફાઈ ઉત્તેજિત કરે છે અને ચતુરતા આકાશના તારા તોડીને સાધનસં૫ન્ન સં૫ત્તિ એકઠી કરે છે. પ્રતિભા અને શિક્ષણ ૫ણ મહાવરો માંગે છે. ૫રિશ્રમી અને ચીવટાઈવાળા તેને સહજ રીતે મેળવી લે છે. દુનિયા ઘણા વેગથી ઉન્નતિની દિશામાં આગળ વધી રહી છે. વિજ્ઞાન, બુદ્ધિવાદ અને અર્થશાસ્ત્ર બધા એ દિશામાં સહાયક છે.
પ્રગતિ શબ્દ આંતરિક વિભૂતિઓ સાથે સંબંધિત છે. પોતાના સંબંધમાં સંયમ રાખવાથી અને બચતનો ઉ૫યોગ ઉચ્ચ ઉદ્દેશ્યો માટે ઉદારતાપૂર્વક કરવાથી પ્રગતિ થાય છે. પ્રગતિશીલ વ્યક્તિમાંથી જ દેવતા પ્રગટ થાય છે અને પ્રગતિશીલ સમાજ અને સમુદાય સ્વર્ગીય વાતાવરણનો રસાસ્વાદ માણે છે. મનુષ્યની જવાબદારી અને લક્ષ્ય એ જ છે.
પ્રતિભાવો