પૂરેપૂરી શ્રેષ્ઠતા વિકસિત કરીએ, ૠષિ ચિંતન
January 25, 2010 Leave a comment
પૂરેપૂરી શ્રેષ્ઠતા વિકસિત કરીએ :
ફૂલની સુંદરતા કે સુગંધ એકાદ પાંખડી સુધી જ સીમિત નથી એ તેની સમગ્ર સત્તા સમયે ગુંથાયેલી છે.
આત્મિક પ્રગતિને માટે કોઈ વિશેષ યોગાભ્યાસ કરવાથી બની શકે છે કે સ્થૂલ શરીર અથવા સૂક્ષ્મ શરીરનું કોઈક ક્ષેત્ર વધારે મજબૂત થતું જણાય અને કેટલાય પ્રકારની ચમત્કારીક સિદ્ધિનું પ્રદર્શન કરી શકાય. આત્માની મહાનતા માટે આટલાથી કામ ચાલે નહીં. એને માટે તે જીવનના દરેક ક્ષેત્રને સમર્થ, સુંદર અને સુવિકસિત કરવું જોઈએ.
દૂધના કણ કણમાં ઘી સમાયેલું છે. હાથ નાખીને તેને કોઈ એક જગ્યાએથી કાઢી શકાતું નથી. એને માટે તો પૂરેપૂરા જથ્થાને વલોવવો ૫ડે છે.
જીવન એકાંગી નથી. એના કોઈ વિશેષ અંગને અથવા પ્રકૃતિ વિશેષને જાગૃત કરવાથી, ઉભારવાથી કામ ચાલતું નથી. જરૂરી છે કે જીવનના દરેક ૫ક્ષના અંતરંગ અને બહિરંગમાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરવામાં આવે.
ઈશ્વરનો વાસ કોઈ એક સ્થાનમાં નથી. ના એ તો સત્પ્રવૃત્તિઓનો સમુચ્યય છે. ઈશ્વરની આરાધનાને માટે જરૂરી છે કે વ્યક્તિત્વના સમગ્ર ૫ક્ષને શ્રેષ્ઠ અને સમુન્નત કરવામાં આવે. પોતાનામાં સત્પ્રવૃત્તિઓનો સમાવેશ કરી એના સમાન બનવાનો પ્રયત્ન કરવામાં આવે.
પ્રતિભાવો