ગાયત્રી દ્વારા સદ્દગુણોની વૃદ્ધિ
February 7, 2010 Leave a comment
ગાયત્રી દ્વારા સદ્દગુણોની વૃદ્ધિ
ગાયત્રી સાધનાથી વ્યક્તિમાં જે અસાધારણ ફેરફારો થાય છે, તેનો સૌથી ૫હેલો પ્રભાવ તેના અંતઃકરણ ૫ર ૫ડે છે. જે તેના વિચારો, મન અને ભાવોને સાચા માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. વ્યક્તિમાં સારા ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. તેનાથી તેના દોષદુર્ગુણોમાં ઘટાડો થવા લાગે છે. આવી રીતે સાધકમાં અનેક ગુણો તથા વિશેષતાઓ પેદા થવા લાગે છે, જે જીવનને વધારે સરળ, સફળ અને શાંતિમય બનાવવામાં મદદ કરે છે.
સારા ગુણોની વૃદ્ધિના કારણ શારીરિક ક્રિયાઓ અને પ્રવૃત્તિઓમાં ભારે ફેરફાર થઈ જાય છે. ઈન્દ્રિયોનું ર્વ્યસનોમાં ભટકવાનું પ્રમાણ ઓછું થવા લાગે છે. જીભની સ્વાદલિપ્સા તથા ખાનપાનની ખોટી ટેવો ધીરેધીરે સુધવા લાગે છે. એવી જ રીતે કામેન્દ્રિયની ઉત્તેજના સંયમિત થવા લાગે છે. કુમાર્ગમાં, વ્યભિચારમાં તથા વાસનામાં મન ઓછું દોડે છે. બ્રહ્મચર્ય પ્રત્યે શ્રદ્ધા વધી જાય છે, જેનાથી વીર્યરક્ષાનો માર્ગ મોકળો થઈ જાય છે. કામેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય આ બે જ મુખ્ય ઈન્દ્રિયો છે. તે સંયમિત થતાં સ્વાસ્થ્ય રક્ષણ તથા નીરોગિતાનો માર્ગ મોકળો બની જાય છે. પોતાની દિનચર્યામાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને શ્રમ સંતુલનનો ક્રમ જોડાયેલો રહેવાથી પ્રગતિ અને સફળતાની દિશા સ્પષ્ટ થવા લાગે છે.
માનસિક ક્ષેત્રમાં સદ્દગુણોની વૃદ્ધિના કારણે આળસ, અધીરતા, વ્યસન, ક્રોધ, ભય, ચિંતા જેવા દોષદુર્ગુણો ઓછા થવા લાગે છે, તેની સાથે સાથે સંયમ, સ્ફૂર્તિ, સાહસ, ધૈર્ય, વિનમ્રતા, સંતોષ, સદ્દભાવ જેવા ગુણો વધવા લાગે છે. આ આંતરિક ફેરફારનું ૫રિણામ એ આવે છે કે અણસમજણના કારણે પેદા થયેલ અનેક ભ્રમજંજાળમાંથી મુક્તિ મળતી જાય છે અને દૈનિક જીવનમાં સદાય છવાયેલાં રહેતાં દુઃખોનું સહજ રીતે સમાધાન થતું જાય છે. સંયમ, સેવા, નમ્રતા, ઉદારતા, દાન, ઈમાનદારી જેવા સદ્દગુણોના કારણે બીજાઓને ૫ણ લાભ મળે છે અને નુકસાનની કોઈ આશંકા રહેતી નથી. આથી મોટે ભાગે બધા લોકો કૃતજ્ઞ, પ્રશંસક, સહાયક તથા રક્ષક બની જાય છે. એકબીજા પ્રત્યેની સદ્દભાવના તથા કૃતજ્ઞતાથી આત્મને તૃપ્ત કરનારો પ્રેમ તથા સંતોષ નામનો રસ દિવસે દિવસે વધારે પ્રમાણમાં ઉ૫લબ્ધ થવા લાગે છે અને જીવન આનંદમય બનતું જાય છે. આ ઉ૫રાંત તે ગુણો પોતે જ એટલા મધુર હોય છે કે તે જેના ૫ણ હૃદયમાં હશે ત્યાં આત્મસંતોષનું શીતળ ઝરણું બનીને વહેશે. આમ ગાયત્રી સાધના મનુષ્યની અંદર ઊડું ૫રિવર્તન લાવી સુખશાંતિનો રસ્તો ખાલી દે છે.
પ્રતિભાવો