ગાયત્રીના ચોવીસ દેવતાઓ
February 8, 2010 Leave a comment
ગાયત્રીના ચોવીસ દેવતાઓ
ગાયત્રીના ર૪ અક્ષરો વાસ્તવમાં ર૪ શક્તિબીજ છે. પૃથ્વી, જળ, વાયુ, તેમજ તથા આકાશ આ પાંચ મુખ્ય તત્વો છે જ, તે ઉ૫રાંત બીજા ર૪ તત્વો છે, જેમનુ વર્ણન સાંખ્યદર્શનમાં કરવામાં આવ્યું છે.
સૃષ્ટિએ આ ર૪ તત્વોનું ગૂંથન કરીને એક સૂક્ષ્મ આઘ્યાત્મિક શક્તિનો આવિર્ભાવ કર્યો, જેનું નામ ગાયત્રી રાખવામાં આવ્યું. ગાયત્રીના ર૪ અક્ષર ચોવીસ માતૃકાઓની મહાશક્તિઓનું પ્રતિક છે. તેમનું પારસ્પરિક ગૂંથન એવા વૈજ્ઞાનિક ક્રમથી થયું છે કે આ મહામંત્રનું માત્ર ઉચ્ચારણ કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી ખૂબ જ મહત્વપૂર્ણ ચોવીસ શક્તિઓ જાગૃત થાય છે.
ગાયત્રી મંત્રના ર૪ અક્ષરોમાંથી દરેક અક્ષરના દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે.
૧: ગણેશ | રઃ નરસિંહ | ૩: વિષ્ણુ |
૪: શિવ | ૫: કૃષ્ણ | ૬: રાધા |
૭: લક્ષ્મી | ૮: અગ્નિ | ૯: ઈન્દ્ર |
૧૦: સરસ્વતી | ૧૧: દુર્ગા | ૧રઃ હનુમાન |
૧૩: પૃથ્વી | ૧૪: સૂર્ય | ૧૫: રામ |
૬: સીતા | ૧૭: ચંદ્રમા | ૧૮: યમ |
૧૯: બ્રહ્મા | ર૦: વરુણ | ર૧: નારાયણ |
રરઃ હયગ્રીવ | ર૩: હંસ | ૨૪: તુલસી |
પ્રતિભાવો