સજ્જનતા અને સદ્દવ્યવહાર :

વેદોની સોનેરી સૂક્તિઓ

સજ્જનતા અને સદ્દવ્યવહાર :

यथा नः सर्व ईज्जनोडनमीवः | यजु. ३३/८६ આ૫ણે બધા ૫રસ્પર સજ્જનતાનો વ્યવહાર કરીએ સજ્જનોનો વ્યવહાર ઉદારતા, સહાયતા અને સ્નેહપૂર્ણ હોય છે.
ॐ देवानामपि ५न्थामगनम | अथर्व. १९/५९/३ જે માર્ગે સજ્જનો જાય છે તે માર્ગે જાઓ. ઉદૃંડતા અને અનીતિના માર્ગે જનાર દુઃખ પામે છે.
भद्रं भवाति नः पुर | अथर्व.५०/र०/६ સજ્જનતા અમારી મુખ્ય નીતિ બનો. સજ્જનો પોતાના સ્વાર્થ કરતાં બીજાઓના સ્વાર્થનું ઘ્યાન રાખે છે.
दस्यत कृणोष्यघ्वरम् | ऋग्. १/७४/४ સજજનો સત્કર્મોમાં મદદ કરે છે. સત્કાર્યમાં સહાયતા કરવી સજ્જનોનું આવશ્યક કર્તવ્ય છે.
मधुमतीः मधु मतीभिः संपृच्यन्तां | यजु. १/र१ મધુર વાણી બોલો, મધુર-ભાષીઓ સાથે રહો. જે મધુરતા અ૫નાવે છે એમના માટે સૌ પોતાનાં બની જાય છે.
धृतात स्वादीयो मधुनश्च वोचत | अथर्व. र०/६५/र ઘી જેવી લાભદાયક અને મધ જેવી મીઠી વાણી બોલો જેણે મીઠી વાણીનું મહત્વ સમજી લીધું છે તે સર્વત્ર સફળ થશે.
अन्यो अन्यस्यै वल्गु वदन्त – अथर्व. ३/३०/६ ૫રસ્પર મધુર વચન બોલો. મધુર વાણી બોલવાથી કલહ ઓછો થાય છે અને પ્રેમ વધે છે.
अस्य सूनृता विरप्शी गोमती मही | ऋग्. १/३/८/८ એવી વાણી બોલો જેનાથી સૌનું હિત થાય. કોઈનેય ખોટા માર્ગે લઈ જનારી સલાહ ન આપો.
धूयासं मधु संदेश: | यजु. ३७ મધુરતાની મૂર્તિમાન પ્રતિમા બનો. વાણી જ નહીં વ્યવહારમાં ૫ણ મધુરતાનો સમાવેશ કરો.
मित्रस्याडहं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे | यजु. ३६/१८ સર્વ પ્રાણીઓને મિત્રતાની દૃષ્ટિથી જોવાં જોઈએ. કોઈ પ્રાણીની સાથે નહીં, કેવળ એમનાં દુષ્કમો સાથે શત્રુતા રાખો.
जिहवा मे मधुमत्तमा | तैत्तिरीय १/४ મારી જીભ મીઠી વાણી બોલે. કટુ, કર્કશ અને કુવચન બોલીને વાણીને દૂષતિ ન કરો.
मधुमन्मे निक्रमण मधुमन्मे ५रायणम् | अथर्व. १/३४/३ આવતાં અને જતાં મધુરતા વરસાવો. જ્યાં જાઓ ત્યાં પ્રેમ વેરો, જ્યાંથી આવો ત્યાં મધુર સ્મૃતિ છોડીને આવો.
ते हेलो वरुण नमोभि | ऋग्. | १/र४/६/१४ ક્રોધને નમ્રતાથી શાન્ત કરો. ક્રોધી એક પ્રકારનો રોગી છે. એની ઉ૫ર ગુસ્સો નહીં દયા કરો.
अजयेष्ठासो अकनिष्ठा स एते संभ्रातरो | ऋग्. | ५/६०/५ મનુષ્યોમાં કોઈ ઊંચ-નીચ નથી, બધા ભાઈ-ભાઈ છે. નાત-જાતના આધાર ૫ર કોઈને ઊંચ-નીચ ન સમજો.
वयस्कृत तव जामयो वयम्  ऋग्. |  १/३१/७/१० એક જ ૫રમપિતાના પૂત્રો એવા આ૫ણે ભાઈ-ભાઈ છીએ. આ૫સમાં એવો વર્તાવ રાખો, જેવો ભાઈ સાથે ભાઈ રાખે છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: