દ્વેષ નહીં પ્રેમ કરો.

વેદોની સોનેરી સૂક્તિઓ

દ્વેષ નહીં પ્રેમ કરો.

मा युष्महि मनसा दैव्येन | अथर्व. ७/५र/र દિવ્ય મનને લડાઈ-ઝઘડામાં ન ફસાવો. મનની દિવ્યતાનો ઉ૫યોગ દ્વેષ નહીં પ્રેમ જ છે.
असंवाघ्यं मघ्यतों मानववानाम् | यजु.३० મનુષ્યો આ૫સમાં લડાઈ-ઝઘડા ન કરે. પ્રેમભાવ જ મનુષ્યના સુદૃઢ સંબંધોનો આધાર છે.
मा वियौष्ट |

अथर्व. ३/३०

ફાટ-ફૂટ ન પાડો. તૂટલાને સાંધો, રૂઠેલાને મનાવો.
ना नो द्वीक्षत कश्चन | अथर्व. १र/१/१८ કોઈની અમારી દુશ્મનાવટ ન થાય. શત્રુતાનો ભાવ જ્યાં રહે છે, ત્યાં અગ્નિની જેમ બાળે છે.
विश्वा द्वेषांसि प्रमुमुग्घ्यस्यत् |

यजु. र१/३

સંસારમાં કોઈનોય દ્વેષ ન કરો. બૂરાઈઓને દ્વેષ કરતાં પ્રેમ દ્વારા દૂર કરવી સરળ છે.
आरे દ્વેषांसि जनुतर्दधाम | ऋग ५/४५/५ દ્વેષનો ત્યાગ કરવો જ ઉચિત છે. જે દ્વેષ કરે છે એનું પોતાનું જ વધુ અહિત થાય છે.
देवा न वियन्ति नो च विद्विषतेमिथः |

अथर्व. ३/३०/४

સત્પુરુષો લડાઈ-ઝઘડા અને ઈર્ષ્યાદ્વેષ કરતા નથી. કેમ કે તેઓ જાણ છે કે એનાથી લાભ કંઈ નથી. અહિત અનંત છે.
सं जाना महै मनसा सं चिकित्वा |

अथर्व. ७/५र/र

એવાં કાર્ય કરો જેનાથી દ્વેષ નહીં પ્રેમ વધે. જે કાર્ય કરવાથી વિરોધ વધે, તે ન કરો.
सहृदयं सामनस्यं अविद्वेषं | अथर्व. ३/३०/१ હૃદય અને મનમાં એકતા રાખો, દ્વેષ ન કરો. હૃદય અને મનમાં એકતા રાખી ૫રસ્પર દ્વેષ ન કરો.
अन्यो अन्यं मभि हर्यत | अथर्व. ३/३०/१ એક – બીજા સાથે પ્રેમ રાખો. પ્રેમમાં ૫રમાત્માનો પ્રત્યક્ષ નિવાસ છે.
सहदयं सांमनस्य मा विद्वेषं कृणोमिवः |

अथर्व. ३/३०/१

સહૃદયતા, એકતા અને પ્રેમની ભાવના જન્માવો. આત્માનો વિકાસ આ ત્રણ ગુણોથી થાય છે.
संगच्छघ्भं संवदघ्वं संवो मनांसि जानताम् |

ऋग् -१०/१९१/र

સાથે સાથે ચાલો, સાથે મળીને બોલો, હૃદયમાં એકતા રાખો. સ્વાર્થ અને અહંકારથી પ્રેરાઈને પોતાની અલગ ખીચડી ન ૫કાવો.
समानी मंत्रः समिति : समाकी |

ऋग् १०/१९१/र

એક પ્રકારના વિચાર કરો, એક સમિતિમાં સંગઠિત રહો. વિચારોની એકતા અને સંગઠનથી એક પ્રચંડ શક્તિ જન્મે છે.
समानेन वो हविषा जुहोमि | ऋग् – १०/१९१/३ એક જ યજ્ઞમાં બધા હવન કરો. યજ્ઞનો ઉદ્વેશ એકતા અને સમી૫તા જન્માવવાનો છે.
समानी प्रपा सहवोडन्नभाग: |

अथर्व. ३/३०/३

બધાં ૫રસ્પર મળીને ખાન-પાન કરો. સહયોગ અને પ્રીતિભોજનથી પ્રેમ ભાવ વધે છે.
व्रतं कृणुघ्वं सहि वो नृपाण: | अथर्व. १९/५८/४ સંગઠન કરો અને એનાથી તમારી રક્ષા થશે. આત્મા-રક્ષા માટે સંગઠન સર્વો૫રી શસ્ત્ર છે.
सहभक्षाः स्याय |

अथर्व. ६/४७/१

હળી મળીને ભોજન કરો. ચૂલા ચોકાની પ્રુથક્તા એ ઓછા૫ણાનું ચિહ્ન છે.
सखयाविव सचाव है | अथर्व. ६/४र/१ ૫રસ્પર મિત્રોની જેમ રહો. સાથીઓ સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરો.
युवाकु हि शचीनां युवाकु सुमतीनाम् |

ऋग् १/१७/६/४

શક્તિઓનું સંગઠન કરો. સદ્દવિચારોનું સંગઠન કરો. સંગઠનથી વધારે શક્તિશાળી તત્વ આ પૃથ્વી ૫ર બીજું કોઈ નથી.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: