જીવની એક સહજવૃત્તિ – વિકાસ, ૠષિ ચિંતન
March 2, 2010 Leave a comment
જીવની એક સહજવૃત્તિ – વિકાસ :
વૃક્ષ જે બીજથી ઉત્પન્ન થાય છે, પોતાના ઉત્કષા માટે એના તરફ જ દોડે છે. બાળકની ઉમંગો ૫રિ૫ક્વ માનવતાની તરફ જ ઉત્પન્ન થતી રહે છે. દરેક જીવિત વસ્તુ પોતાના સ્વરૂ૫ને જ ફરીથી ઉચ્ચતર રૂ૫માં પ્રાપ્ત કરવાનું ઈચ્છે છે. આનું નામ જ ઉત્કર્ષ છે, જે જીવનો સહજ સ્વભાવ છે.
માનવ સ્તર ૫ર આ જ ઉદ્દેશ્ય અજ્ઞાન રૂ૫ ધારણ કરે છે. મન પોતાના ઘેરામાંથી બહાર નીકળીને પ્રકૃતિના અભ્યાસમાં જ્યારે શૃંખલા વ્યવસ્થા, નિયમ, ઉદ્દેશ્ય અને સૌદર્યની શોધ કરે છે, તો હકિક્તમાં તે પોતાને જ પ્રકૃતિમાં એ રીતે મેળવવા ઈચ્છે છે કે જેમ આંખ પોતાને દર્પણમાં સારું પૂછવામાં આવે તો પ્રકૃતિ આત્મદર્શનને માટે એક વિરાટ દર્પણ જ છે.
જીવન એક ક્રમબદ્ધ ગતિ છે. ઉત્તરોતર વિકાસ તથા નૂતન પ્રકાશ માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. આ ઈચ્છા શરૂઆતની છે અને અંતિમ ૫ણ એનો સ્વભાવ હંમેશા આગળ વધવાનો અને ઊંચે ઉઠવાનો છે. પીછેહઠ કરવી, આત્મકેન્દ્રિત થવું અને વિકાસની સંભાવનાઓને નષ્ટ કરવીએ એની પ્રકૃતિને અનુકૂળ નથી.
પ્રતિભાવો