સુવિચાર
March 3, 2010 Leave a comment
પ્રાચીન કાળની જેમ જીવનના દરેક પાસા ૫ર ઉત્કૃષ્ટ સમાધાન રજૂ કરનારા સાધુ-બ્રાહ્મણ જો આજે હોત, તેઓ પોતાના ઉજ્જવળ ચરિત્ર, સરળ મસ્તિષ્ક અને ૫રિ૫ક્વ જ્ઞાન દ્વારા સાચું માર્ગદર્શન આપી શક્યા હોત તો કુમાર્ગે લઈ જનારી બધી ખરાબ પ્રવૃત્તિઓનું શમન થાત,
૫રંતુ આજે તેમનાં દર્શન દુર્લભ છે, જે દેશ, કાળ તથા પાત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને આજના બુદ્ધિવાદી અને સંઘર્ષ મય યુગને અનુરૂપ સમાધાન રજૂ કરીને જીવનને ઉન્નત બનાવનાર વ્યાવહારિક ઉત્તર આપી શકે.
આજે એવા બુદ્ધિજીવીઓ ક્યાં છે? તેમનો અભાવ એટલો ખટકે છે કે ચારે તરફ સૂમસામ ભાસે છે. ઋષિઓની આ ભૂમિ ઋષિતત્વ વગરની થઈ ગઈ હોય એવું લાગે છે.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો