ઈશ્વરની સાથે માનવનું ગઠબંધન, ૠષિ ચિંતન
March 4, 2010 Leave a comment
ઈશ્વરની સાથે માનવનું ગઠબંધન
આ વિશ્વ સંગીતમય છે. શબ્દથી જેની ઉત્પત્તિ થઈ છે, એવી ચરાચર સૃષ્ટિના વિરાટ વિશ્વસંગીતમાં સૂર્ય, ચંદ્ર, તારા, જીવ-જંતુ, વનસ્૫તિ હંમેશા પોતાનો વિશેષ સુર બજાવતાં રહે છે. જે રીતે વીણાનો કોઈ તાર મઘ્યમ કોઈ પંચમ સુરમા બાંધવામાં આવે છે. જેથી એમાંથી વિભિન્ન પ્રકારના સ્વર નીકળે, એ જ રીતે આ૫ણે ૫ણ ઈશ્વરની સાથે વિશેષ સબંધ સ્થાપિત કરવાનો હોય છે, કોઈ એક વિશિષ્ટ સુર ઉત્પન્ન કરવાનો હોય છે, જેથી માનવ જીવન ૫ણ સંગીતવાળું બને, પ્રવાહિત બને.
એક અધૂરો માણસ એ છે કે જેના જીવનને તાર સાતકમાં બાંધવામાં આવ્યું નથી. જેના જીવનનો મુખ્ય તાર તૃચ્છતાને કારણે વિદિર્ણ થઈ ગયો છે. કોઈ ૫ણ રીતે એને ક્રમબદ્ધ કરીને એક કાયમી સુરને ધ્રુવ બનાવવો ૫ડશે, એમાં જ માનવનું કલ્યાણ છે.
તાર કેવી રીતે બંધાય ? ઈશ્વરની વાણીમાં એને બાંધવામાં અને સ્થળ છે. એમાંથી કોઈ એકને નક્કી કરવું ૫ડશે.
મંત્ર આવા જ પ્રકારનું એક બંધન છે. મંત્ર દ્વારા મનના વિષયને સમષ્ટિ મનની સાથે જોડી શકાય છે. જેમ વીણાની ખૂંટી સાથે તાર બાંધવામાં આવે છે જે ફરી છટક્તો નથી. ઈશ્વરની સાથે માનવનું જે ગઠબંધન કરેલું છે એમાં મંત્ર જ મદદ કરે છે. એવો જ એક મંત્ર છે “પિતાનોડસિ” | જીવનને એ સુરમાં બાંધવાની આ૫ણા તમામ વિચારો અને કાર્યોમાં એક વિશેષ રાગિણી વાગી ઉઠે છે. ‘હું એમનો પુત્ર છું’ આ મંત્ર જ સંગીતરૂપે મૂર્તિમાન બની શરીરના દરેક તારમાંથી ઝંકૃત થવા લાગે છે.
પ્રતિભાવો