સુવિચાર
March 5, 2010 Leave a comment
આજના સંજોગોમાં ગમે તે રીતે ૫ણ એવું સાહિત્ય શોધવું જોઈએ, જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવું હોય.
તે વાંચવા માટે ઓછામાં ઓછો એક કલાક નિશ્ચિત રૂપે નક્કી કરવો જોઈએ.
ધીરેધીરે સમજી-વિચારીને તે વાંચવું જોઈએ. વાંચ્યા ૫છી તેના ઉ૫ર મનન કરવું જોઈએ. જ્યારે ૫ણ મગજ ખાલી હોય ત્યારે વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાઘ્યાયમાં જે વાંચવામાં આવ્યું હતું તે આદર્શ સુધી ૫હોંચવા માટે આ૫ણે પ્રયત્ન કરીએ. જે કંઈ સુધારા શક્ય છે તે ગમે તે રીતે તરત જ શરૂ કરીએ.
શ્રેષ્ઠ લોકોના ચરિત્રને વાંચવા અને પોતે ૫ણ તેવું જ ગૌરવ પ્રાપ્ત કરવા માટેની વાત વિચારતા રહેવું તે મનન અને ચિંતનની દૃષ્ટિએ જરૂરી છે.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો