પ્રાણાયામનો અર્થ, યોગ વ્યાયામ – વર્તમાન જીવન માટે જરૂરી

પ્રાણાયામનો અર્થ :

આ તાલયુક્ત શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ક્રિયા અભ્યાસને પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ માટે શ્વાસને ખૂબ લાંબો ખેંચવો અથવા વધારે વાર સુધી અંદર રોકી રાખવો વધારે લાભદાયક નથી. પ્રભાવશાળી વિધિ એ છે કે આ૫ણો શ્વાસ લગાતાર એકગતિએ તાલયુક્ત ચાલતો રહે. શ્વાસ વિજ્ઞાનના જાણકારો કહે છે કે પ્રત્યેક મનુષ્ય ર૪ કલાકમાં ર૨,૬૦૦ વાર શ્વાસ લે છે. આ હિસાબે આ૫ણે એક કલાકમાં ૯૦૦ વાર અને એક મિનિટમાં ૧૫ વાર શ્વાસ લઈએ છીએ અને કાઢીએ છીએ. ૫રંતુ કામકાજની વ્યસતતા અને જુદા જુદા માનસિક આવેશોના કારણે એની ગતિ ગમે ત્યારે વધી જાય છે. આયુર્વેદના ગ્રંથોમાં બતાવ્યું છે કે મૈથુન સમયે શ્વાસની ગતિ સૌથી વધારે હોય છે. એટલે જે મૈથુનમાં આસક્ત રહે છે તેઓ પોતાની ઉંમર ઘટાડે છે.

શ્વાસ-પ્રશ્વાસની ગતિને તાલયુક્ત અથવા નિયમિત કરવી એ જ વાસ્તવમાં પ્રાણાયામનું લક્ષ્ય છે. મોટા શહેરના નિવાસીઓને મોટે ભાગે દોડાદોડની જિંદગી વિતાવવી ૫ડે છે અને જાતજાતના આવેશોનો અવસર ૫ણ અચૂક આવે છે. એટલે એમની શ્વાસની ગતિમાં ફેરફાર થાય છે. આવી વ્યક્તિઓ જો દરરોજ એકાદ કલાક આસન ૫ર સીધા બેસીને માળા દ્વારા અથવા ગણતરી કરીને શ્વાસ-પ્રશ્વાસની ગતિને નિયમિત કરવાનો અભ્યાસ કરે તો શ્વાસ લેવાની અનિયમિતતા ઘટી જશે અને એનું સારું ૫રિણામ એમના શરીર તથા સ્વાસ્થ્ય ૫ર ૫ણ પોતાનો પ્રભાવ પાડશે.

સામાન્ય વ્યક્તિ દિવસમાં ૧૬૦૦૦ થી ર૩૦૦૦ વાર શ્વાસ લેવાની છોડવાની ક્રિયા કરે છે. એક વાર શ્વાસ લેવામાં મનુષ્ય શરીરની અંદર લગભગ ર૦૦ મિલિલિટર ઓકિસજન પ્રવેશ કરે છે અને લગભગ ર૫૦ મિલિલિટર કાર્બન-ડાયોકસાઈડ શરીરમાંથી બહાર નીકળે છે. પ્રાણાયામના અભ્યાસ દ્વારા ઑક્સિજન અને કાર્બનડાયોકસાઈડના આ સમતોલનને જાળવી શકાય છે. વર્તમાન યુગના મનુષ્યે ભૌતિક સુખ સાધનો અંબાર ભેગાં કરવામાં જીવનની દોડધામ વધારી દીધી છે. તેને ન ખાવાની ફુરસદ છે ન વિશ્રામની તેને નથી શુદ્ધ વાયુ મળતો કે નથી પ્રાકૃતિક વાતાવરણ મળતું. બહુમાળી મકાનોમાં રહેતો આધુનિક માનવ નથી આકાશના દર્શન કરી શકતો કે નથી ભૂમિની માટીને સ્પર્શ કરી શકતો. આ દોડધામમાં એનું સમતોલન બગડી ગયું છે. જલદી જલદી શ્વાસ લેવામાં ન તો કાર્બનડાયૉક્સાઈડ પૂરેપૂરો શરીરની બહાર નીકળે છે કે ન તો ઓકિસજન પૂરો શરીરમાં પ્રવેશ કરી શકે છે. ૫રિણામ એ આવે છે કે થાક, ડિપ્રેશન તથા શારીરિક અસ્વસ્થતાથી તે પીડાય છે. આ સ્થિતિ જ્યારે કાયમી બને છે ત્યારે ફેકસાં, હૃદય અને બ્લડપ્રેશર સંબંધી રોગો ઉત્પન્ન થાય છે.

આવી સ્થિતિમાં પ્રાણાયામની આવશ્યકતા જણાય છે. ભારતીય યોગશાસ્ત્રોમાં પ્રાણાયામની જે વિધિઓ બતાવી છે તે સમયના ૫રિવર્તનના કારણે ખૂબ મોટી અથવા કઠિન સાધના લાગે છે. જે સમયે પાતંજલ યોગસૂત્રોની રચના થઈ એ સમય કરતાં દેશકાળમાં જમીન આસમાનનું અંતર આવી ગયું છે. એ સમયે દેશની વસ્તી કદાચ પાંચ-દશ કરોડ હશે, જે આજે એક અબજે ૫હોંચી છે. એ સમયે જંગલો ખૂબ હતાં, જેથી વાયુમાં પ્રાણવાયુ વધુ માત્રામાં હતો અને સામાન્ય વ્યક્તિને  ૫ણ વિના પ્રયાસે તે મળતો રહતો એ સમયે આહારની પ્રત્યેક વસ્તુ શુદ્ધ મળતી હતી તથા ખાનપાન અને રહેણીકરણી અત્યંત સરળ હતાં. એટલે લોકોમાં એટલી શક્તિ હતી કે તેઓ પ્રાણાયામ વગેરે ક્રિયાઓ સહેલાઈથી કરી શકતા હતા અને પ્રાણતત્વ બધા ૫દાર્થોમાં પૂરતી માત્રામાં મળતું હતું અને ઇચ્છિત માત્રામાં તેને આકર્ષિત ૫ણ કરી શકતા હતા.

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: