સુવિચાર
March 6, 2010 Leave a comment
જેટલી વધારે વાર સુધી મનમાં ઉચ્ચ ભાવનાઓનો પ્રવાહ વહેતો રહે તેટલું સારું.
આવું સાહિત્ય આ૫ણા માટે સંજીવનીનું કામ કરશે.
તે વાંચવાને પોતાના અત્યંત પ્રિય કામમાંનું એક બનાવી દેવું જોઈએ.
સરળ વિચારો વાળા સાચા માર્ગદર્શક ન મળવાના અભાવની પૂર્તિ સાચા સાહિત્યથી થાય છે.
આજે જટિલ વિચારો વાળા લોકો બહુ છે.
ધર્મના નામે આળસ, અકર્મણ્યતા નિરાશા, દીનતા, કર્તવ્યની ઉપેક્ષા, સ્વાર્થવૃત્તિ, સંકુચિતતા વગેરેનું શિક્ષણ આ૫નારાઓથી જેટલું દૂર રહીએ તેટલું સારું.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો