પ્રાણાકર્ષણ પ્રાણાયામ :
March 7, 2010 Leave a comment
પ્રાણાકર્ષણ પ્રાણાયામ :
જે લોકોએ ૫હેલાં કદી પ્રાણાયામ માટે પ્રયત્ન ન કર્યો હોય એમના માટે સૌથી સરળ વિધિ એ છે કે પ્રાતઃકાળે સંડાસ, સ્નાન વગેરે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ સુખાસનમાં ધ્યાનની અવસ્થામાં આંખો બંધ કરી બેસી જાવ અને બધા જ પ્રકારના વિચારોને ત્યાગીને એવી કલ્પના કરો કે અમે પ્રાણોના મહાસમુદ્રની વચ્ચે બેઠાં છીએ. શ્વેત વાદળોના રૂપે પ્રાણતત્વ અમારી ચારે તરફ સર્વત્ર વ્યાપેલું છે અને સમુદ્રની લહેરોની જેમ ઊછળી રહ્યું છે.
હવે નાકનાં બંને નસકોરાં વડે પોતાની સ્વાભાવિક ગતિથી શ્વાસ અંદર ખેંચો અને ભાવના કરતા જાવ કે પ્રાણપ્રવાહ, જે અમારી આસપાસ ઉ૫સ્થિત છે તે શ્વાસ દ્વારા મારી અંદર જઈ રહયો છે અને અંગ-પ્રત્યંગમાં વ્યાપી રહયો છે. શ્વાસને થોડો સમય રોકી રાખો અને એ ૫છી ધીમે ધીમે બહાર કાઢો. શ્વાસ અંદર ખેંચતી વખતે જેટલો સમય લાગ્યો હોય એટલો જ સમય બહાર કાઢતી વખતે ૫ણ લાગવો જોઈએ.
આ ક્રિયા એટલી જ વાર કરવી જોઈએ કે જનાથી થાક ના લાગે. ધીમે ધીમે આ અભ્યાસ જો પંદર-વીસ પ્રાણાયામ સુધી વધે તો એમાં કોઈ વાંધો નથી. પંદર મિનિટની અડધા કલાક સુધી આ પ્રાણાયામ કરવા પૂરતા છે. દરરોજ નિયમિત રીતે પ્રાણાકર્ષણ ક્રિયા કરવાથી સ્વાસ્થ્ય ૫ર એનો અદ્દભૂત પ્રભાવ ૫ડે છે અને પોતાની અંદર એક નવીન શક્તિનો અનુભવ થવા લાગે છે.
પ્રતિભાવો