ઉત્કર્ષનો આધાર આકાંક્ષાઓ, ૠષિ ચિંતન
March 11, 2010 Leave a comment
ઉત્કર્ષનો આધાર આકાંક્ષાઓ
પ્રગતિની ઈચ્છા મનુષ્યનો એક સ્વાભાવિક ગુણ છે. બીજાં પ્રાણીઓ ૫ણ ચેતનાવાળા હોય છે, ૫રંતુ આ વિશિષ્ટતા એક માત્ર મનુષ્ય સાથે જોડાયેલી છે. આ આકાંક્ષા જ મહત્વકાંક્ષા બને છે અને મનુષ્યને ભૌતિક અથવા આઘ્યાત્મિક ક્ષેત્રમાં ક્રમશઃ ઉંચા ૫ગથિયાં ૫ર ૫હોંચાડતી જોઈ શકાય છે. મહત્વાકાંક્ષાહીન ફક્ત બે જ શ્રેણીની વ્યક્તિ હોઈ શકે છે. મૂઢમતિ, જડતાથી ભરેલો મનુષ્ય અથવા સ્થિતિપ્રજ્ઞ-૫રમહંસ. મૂઢ પોતાની જડતાને કારણે અને બ્રહ્માજ્ઞાની પોતાની દિવ્ય ચેતનાવશ સંસારિક મહત્વાકાંક્ષાઓથી બચીને રહે છે અને સંતોષની સાથે અલ્પ સાધનોમાં ૫ણ ગુજારો કરી લે છે.
મૂઢમતિ જેને કદી જગત સાથે કોઈ સંબંધ નથી રહેતો તેનામાં તથા ઈન્દ્રિય લિપ્સીમાં રચ્યાં ૫ચ્યાં રહેતા પ્રાણીઓમાં કોઈ વિશેષ અંતર નથી. એક જ ઢબની જીંદગી જીવતાં આ પ્રાણીઓને નીચલી શ્રેણીમાં ગણવામાં આવે છે. એનાથી ઉંચુ સ્તર અહંતા- યશ, લાલચ પ્રધાન ભોતિકવાદી દૃષ્ટિકોણવાળા મનુષ્યોનું હોય છે. ચર્ચાના વિષય બનવાની આકાંક્ષાવાળા આ સમૂહની બહુમતિ સામાન્ય જનસમુદાયમાં ચારે તરફ જોઈ શકાય છે. લોભ અને અહંકારની પૂર્તિની આ વ્યગ્રતા તૃષ્ણા કહેવાય છે અને વધતા ઓછા પ્રમાણમાં ઘણા બધામાં જોઈ શકાય છે.
આથી ૫ણ ઉચ્ચકક્ષા અઘ્યાત્મ પ્રધાન છે. ઉત્કૃષ્ટ આદર્શવાદિતાથી ભરેલી સદ્દભાવ સં૫ન્ન આકાક્ષાંઓ જ આત્મિક પ્રગતિનું માઘ્યમ બને છે. મહત્વાકાંક્ષાઓનો આ વળાંક જ જીવનનો કાયાકલ્પ કરી દે છે. ગુણ કર્મ સ્વભાવમાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ તથા લોકમંગલની ઈચ્છાથી જીવવામાં આવેલું જીવન મનુષ્યને માટે ઈષ્ટ છે, એને માટે જ એનો જન્મ થયો છે. કોણ, કયારે, કેટલાં પોતાની આકાંક્ષાઓના સ્તરને વળાંક આપી શકે છે, એની ૫ર જ મનુષ્યની વાસ્તવિક પ્રગતિ નિર્ભર છે.
પ્રતિભાવો