ગાયત્રી આઘ્યામિક ત્રિવેણી છે.
March 16, 2010 Leave a comment
ગાયત્રી આઘ્યામિક ત્રિવેણી છે.
ગાયત્રીને આઘ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવી છે. ગંગા, યમુના મળવાથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય સરિતાનો જન્મ થાય છે, જેને સરસ્વતી કહે છે.
ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના મિલનને ત્રિવેણી કહેવાય છે. ત્રિવેણી હોવાના કારણે જ પ્રયાગને તીર્થરાજ કહેવામાં આવે છે, બધાં તીર્થોનો રાજા કહવામાં આવે છે. એવી જ રીતે ગાયત્રી એ આઘ્યાત્મિક જગતની ત્રિવેણી છે. તેના ત્રણેય અક્ષર સંકેતના રૂ૫માં આવા જ પ્રકારના ત્રિગુણાત્મક સંમિલનનું રહસ્યોદ્દઘાટન કરે છે.
ગા- ૫હેલો અક્ષર ગંગાનો બોધક છે, ય- બીજો અક્ષર યમુનાનો સંકેત કરે છે. ત્રી – ત્રીજો અક્ષર ત્રિવેણીનું અસ્તિત્વ દર્શાવે છે. આ ત્રણેય શક્તિમાં કેટલાં બધાં ત્રિક્ રહેલાં છે.
૧ | સત્, ચિત્, આનંદ | ૬ | બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય | ૧૧ | ઠંડી, ગરમી, વરસાદ |
૨ | સત્ય, શિવ, સુંદર | ૭ | ગુણ, કર્મ, સ્વભાવ | ૧૨ | ધર્મ, અર્થ, કામ, |
૩ | સત્, રજ, તમ, | ૮ | બાળ૫ણ, યુવાની, ઘડ૫ણ, | ૧૩ | આકાશ, પાતાળ, પૃથ્વી |
૪ | ઈશ્વર, જીવ, પ્રકૃતિ, | ૯ | બ્રહ્મા, વિષ્ણું, મહેશ, | ૧૪ | દેવ, મનુષ્ય, અસુર |
૫ | ઋક્, યજુ, સામ | ૧૦ | ઉત્પત્તિ, સ્થિતિ, લય, |
– આમ અસંખ્ય ત્રિક્ ગાયત્રી છંદના ગર્ભમાં રહેલો છે. જેમાં ઊંડે સુધી પ્રવેશ કરીને મનન, ચિંતન તથા ૫રિશીલન રૂપી સ્નાન કરવાથી એવો જ આઘ્યાત્મિક લાભ મળે છે, જેવું ભૌતિક જગતમાં ત્રિવેણીના સ્નાનનું પૂર્ણફળ માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં સમાયેલું તત્વજ્ઞાન અત્યંત સરળ, સુબોધ, સુગમ, સીધું અને સ્થાયી સુખશાંતિ પ્રદાન કરનારું છે.
પ્રતિભાવો