સુવિચાર
March 17, 2010 Leave a comment
વિચારોને ઊર્ધ્વગામી બનાવવાની જરૂર છે, કારણ કે તેનાથી જ મનુષ્યની ઉન્નતિ અને કલ્યાણ થઈ શકે છે.
દીન હીન, કલેશ અને દુઃખોથી ભરેલા નારકીય જીવનથી છુટકારો મેળવીને મનુષ્ય સ્વર્ગીય જીવનને પ્રાપ્ત કરી શકે છે.
વાસ્તવમાં, સદ્દવિચારો જ સ્વર્ગ છે અને કુવિચારો જ નર્ક છે.
અધોગામી વિચાર મનને ચંચળ, ક્ષુબ્ધ તથા અસમતુલિત બનાવે છે.
એ વિચારો પ્રમાણે જ દુષ્કર્મ થવા માંડે છે અને એમાં ફસાયેલો માણસ નારકીય દુખોનો અનુભવ કરે છે.
સદ્દવિચારોથી યુક્ત વ્યક્તિને ધરતી સ્વર્ગ જેવી લાગે છે.વિ૫રીત ૫રિસ્થિતિઓમાં ૫ણ તે સનાતન સત્યના દર્શન કરીને આનંદનો અનુભવ કરે છે. સાધનસં૫ત્તિના અભાવમાં અને જીવનની ખરાબ ક્ષણોમાં ૫ણ તે સ્થિર અને શાંત રહે છે. શુદ્ધ અને ઉચ્ચ વિચારોનું અવલંબન લેવાથી જ માણસને સાચું સુખ મળે છે.
–યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો