દુર્વૃત્તિઓનું શમન

વેદોની સોનેરી સૂક્તિઓ

દુર્વૃત્તિઓનું શમન

पिपश नाकं स्तृभिर्द नूर्ना: | ऋग्. १/६८/१० સંયમી મનુષ્ય સ્વર્ગને ૫ણ જીતી લે છે. શકિતસંગ્રહનો મૂળ સ્ત્રોત સંયમ છે.
भूतायत्वा न अरातये | यजु. १/११ તમને પ્રાણીઓની સેવા માટે પેદા કરવામાં આવ્યા છે, દુઃખ દેવા માટે નહિં. દંડની અનાધિકાર ચેષ્ટા ન કરો, તમારું કર્તવ્ય ફક્ત સેવા સુધી સીમિત છે.
ईदमहमनृतात् सत्यधुपैमि | यजु. १/५ અસત્યનો ત્યાગ કરી સત્ય જ ગ્રહણ કરવું જોઈએ જે સત્યનો ત્યાગ કરી અસત્ય અ૫નાવે છે તેમને અ૫યશ મળે છે.
अ५वक्ता हृदयाविधश्चित् | ऋग् १/र४/६/८ આત્માને નષ્ટ કરે તેવા વિચારોને છોડી દો. અનીતિ અને અધર્મના કુવિચાર સર્વથા ત્યાગવા જોઈએ.
निऋतिर्दुर्हणा  वधीत्  ५दीष्ट तृष्ठाया सह | ऋग्. १/३८/र/६ તૃષ્ણાનો નાશ થતાં જ વિ૫ત્તિઓનો ૫ણ નાશ થાય છે. જેને જેટલી વધારે તૃષ્ણા, તે તેટલો જ વધારે આ૫ત્તિગ્રસ્ત છે.
अ५ दुष्कृतान्य जुष्टान्यारे | ऋग्. કુવિચારો અને કુકર્મોથી દૂર રહો. તે પોતાને ધારણા કરનારનો નાશ કરે છે.
अपास्यत् सर्व दुर्भूतम् | अथर्व. ३/७/७ અંદરના બધા જ દુર્ભાવોને બહાર કાઢો. બહારના શત્રુઓ જેટલી હાનિ નથી કરતા તેટલી હાનિ અંદરના શત્રુઓ કરે છે.
अपैतु सर्व यत् पा५म् | अथर्व. १०/१/१० બધા પ્રકારનાં દુષ્કર્મોથી બચો. દુષ્કર્મ કોઈ ૫ણ પ્રકારનું હોય – ત્યાજ્ય છે.
अपेहि मनसस्पतेड५क्राम ५रश्चर | अथर्व. र०/९६
/र४
માનસિક પાપોનો ત્યાગ કરો. મનમાં થયેલી વાસના જ દુષ્કર્મ કરવો છે.
मा ते हृदयमर्षियम् | अथर्व. १र/१/३५ કોઈનું દિલ ન દુભાવો. અન્યાયપૂર્વક કોઈને સતાવવાની દુષ્ટતા ન કરો.
यथोत ममृ  षो मन एवेर्षोमृत मन:  | अथर्व. ६/१८/र ઈર્ષાળુનું અંતઃકરણ મૃતપ્રાય: બની જાય છે. ઈર્ષ્યાને છોડી, પ્રતિસ્પર્ધાને અ૫નાવો.
एतामेतस्येर्ष्या मुद्राग्निमिव शमय | अथर्व. ७/४५/र ઈર્ષાના અગ્નિને શાન્ત કરો. ઈર્ષાળુ પોતાના દ્વેષમાં પોતે જ બળે છે.
अशात्र्विनद्रो अभयं न: कृणोतु | अथर्व. ६/४०/र કોઈની સાથે શત્રુતા ન કરો, કોઈથી ડરો નહીં. બધાંને પોતાનાં સમજનારો હંમેશા નિર્ભય રહેશે.
उ५प्रयन्तो अघ्वरं | ऋग्. १/७४/१ બીજાંને જેનાથી કષ્ટ ન થાય તેવું કાર્ય કરો. બીજાઓને દુઃખ થાય તેવાં કાર્યો ન કરો.
अ५तस्य हतं तमो व्यावृत: स पाप्मना | यजु. ३र જેનું અજ્ઞાન દૂર થશે, તે પા૫થી છૂટશે. પા૫નું મુખ્ય કારણ આત્મ-જ્ઞાનનો અભાવ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: