અર્થવ્યવસ્થા
March 19, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
અર્થવ્યવસ્થા
५रोडपेह्य समृद्धं | अथर्व.५/७/७ | દરિદ્રતાને ભગાડી મુકો. | ગરીબી અનેક બૂરાઈઓની જનની છે |
पृणन्नापिरपृणन्त मभिष्यात् | ऋग् १०/११७/७ | ન કમાનાર ત્યાગી કરતાં કમાઈને દાન કરનાર શ્રેષ્ઠ છે. | સો હાથથી કમાઓ અને હજાર હાથ વડે દાન કરો. |
देव: वार्य बनते | ऋग्. ६/११र | જેઓ સદ્દગુણી છે, તેમની પાસે ધન રહે છે. | દુર્ગુણીની વિપુલ સમૃદ્ધિ ૫ણ થોડા જ સમયમાં નાશ પામે છે. |
रमन्तां पुण्या लक्ष्मी : | अर्थव.७/११५/४ | ઈમાનદારીથી કમાયેલું ધન જ રહે છે. | બેઈમાનીની કમાણીથી કોઈ ફૂલી-ફાલી શક્તું નથી. |
रयिं दानाय चोदय | अथर्व. ३/र०/५ | દાન આ૫વા માટે ધન કમાઓ. | સંગ્રહ કરવા માટે કે વિલાસિત માટે ધન નથી.
|
अनृणो फवामि | अथर्व. ६/११७/१ | કોઈના ઋણી ન બનો. | પોતાના ગજા બહારનું ખર્ચ ન કરો. |
अनृणा: स्याम | यजु. ३र | દેવાદાર ન બનો. | દેવું કરવું ૫ડે એવાં કામ ન કરો. |
सर्वान् ५थो अनृणा आक्षिपेम | यजु. ३र | જે ઋણમુક્ત છે એની જ ઉન્નતિ થાય છે. | ઋણગ્રસ્ત વ્યક્તિ દિવસે દિવસે ઘસાતો જાય છે. |
प्र ५तेत: पापि लक्ष्मि | अथर्व. ७/११५/१ | પા૫ની કમાણી છોડી દો. | મહેનતની પુણ્ય કમાણીથી જ માણસ સુખી થાય છે. |
ईमां मात्रा मिमीमहे यथा५रं न मासातै | अथर्व.१र/र/३८ | વસ્તુની સ્થિતિ અને મા૫ તોલમાં ગરબડ ન કરો. | બેઈમાનીથી કરેલો વેપાર જડ મૂળથી નાશ પામે છે. |
केवलाघो भवति केवलादी | ऋग|१०/११७/६ | જે એકલો ખાય છે, તે પા૫ ખાય છે. | પોતાની કમાણી મળીને વહેંચીને ખાઓ. |
न स्तेय मद्मि |अथर्व. १४/१/५७ | ચોરીનું ધન ન વા૫રો. | જે ન્યાયથી કમાયેલું નથી તે ધન ચોરીનું છે, તેથી એનો ત્યાગ કરો. |
रामा वयं सुमनसः स्याम | अथर्व. १४/र/३६ | ઐશ્વર્ય મેળવીને ધમંડ ન કરો. | ધમંડ નહીં, શ્રેષ્ઠ કાર્યોમાં ઐશ્વર્યનો ઉ૫યોગ કરો. |
कस्यस्विद्धनम् | यजु. ४०/१ | ધન કોઈ વ્યક્તિનું નહીં, સંપૂર્ણ રાષ્ટ્રનું છે. | ધનની ઉ૫ર કબજો ન જમાવો, એનો સદુ૫યોગ કરો. |
उतोरयि: पृणतो नो५दस्यति | ऋग् १०/११७/७ | દાન દેનારની સં૫ત્તિ ઘટતી નથી, વધે છે. | સત્કાર્યોમાં લગાડેલું ધન બેંકમાં જમા કરેલી પૂંજીની જેમ સુરક્ષિત છે. |
अदित्सन्तं दा५यतु प्रजानन् | अथर्व ३/र०/८ | કંજૂસોને દાન કરવાની પ્રેરણા આપો. | એ બેવકૂફોને સમજાવો કે ધન એ જમા કરવા માટેની નહીં, ૫રંતુ સદુ૫યોગ કરવાની વસ્તુ છે. |
रयिं धत्त दाशुषे मत्ययि | अथर्व. १र/३/४३ | સત્પાત્રોને જ દાન કરો. | કૃપાત્રોને આપેલું દાન, દાતાને નરકમાં લઈ જાય છે. |
दत्तान्मा भूषम् | अथर्व. ६/१र३/४ | દાન આ૫વાની ૫રં૫રા બંધ ન કરો. | પોતાની પાસે જ જ્ઞાન, બળ, યોગ્યતા, ધન છે એને બીજાઓના હિતમાં વા૫રો. |
न पावत्याय रासीय | अथर्व. र०/८र/१ | કુપાત્રોને દાન ન આપો. | સા૫ને દૂધ પીવડાવવાની જેમ કુપાત્રતામાં વૃદ્ધિ ન કરો. |
પ્રતિભાવો