યજ્ઞ મહત્વ
March 23, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
યજ્ઞ મહત્વ
अग्निहोत्रेण प्रणुदे स५त्नान् | अथर्व. ९/र/६ | યજ્ઞ કરવાથી શત્રુઓનો નાશ થાય છે. | શત્રુતાને મિત્રતામાં બદલી નાખવાનો સર્વોત્તમ ઉપાય યજ્ઞ છે. |
सम्यंजोडग्निं स५र्यत | अथर्व. ३/३०/६ | બધાએ સાથે મળીને યજ્ઞાનુષ્ઠાન કરવું જોઈએ. | સામૂહિક ઉપાસનાનું મહત્વ અસંખ્ય ઘણું વધારે છે. |
यज्ञं जनयन्तु सूरयः | ऋग्. १०/६६/र | હે વિદ્વાનો, સંસારમાં યજ્ઞનો પ્રચાર કરો. | વિશ્વ કલ્યાણ કરનાર સાધનોમાં યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. |
ईजानाः स्वर्ग यान्ति लोकम् | अथर्व.१८/४/र | યજ્ઞ કરનારને સ્વર્ગનું સુખ મળે છે. | જેમને સ્વર્ગીય સુખ મેળવવું ઈચ્છનીય હોય, તેઓ યજ્ઞ કરે. |
प्राचं यज्ञं प्रणतया स्वसाय | ऋग्. १०/१०१/र | પ્રત્યેક શુભ કાર્ય યજ્ઞની સાથે શરૂ કરો. | યજ્ઞની સાથે આરંભેલ કાર્ય સફળ અને સુખદાયી બને છે. |
सर्वेषां देवानां आत्मा यद् यज्ञः | शत५थ.१३/३/र/१ | બધા દેવતાઓનો આત્મા આ યજ્ઞ છે. | યજ્ઞ કરનાર, દેવતાઓના આત્મા સુધી ૫હોંચે છે. |
अयज्ञियो हत वर्चो भवति | अथर्व. | યજ્ઞરહિત મનુષ્યનું તેજ નાશ પામે છે. | જો તેજસ્વી રહેવું હોય તો યજ્ઞ કરતા રહેવું જોઈએ. |
भद्रो नो अग्नि राहुत: | यजु. १५/३र | યજ્ઞમાં આપેલી આહુતિઓ કલ્યાણકારી હોય છે. | જે પોતાનું કલ્યાણ ઈચ્છે તે તેઓ યજ્ઞ કરે છે. |
मा सुनोतेति सोमम् | ऋग्. र/३०/७ | યજ્ઞાનુષ્ઠાનની મહાન ઉપાસના બંધ ન કરો. | જ્યાં યજ્ઞ બંધ થઈ જાય છે ત્યાંથી સુખ-શાંતિ ચાલ્યો જાય છે. |
कस्मै त्व विमुंचति तस्मै त्वं विमुंचति | यजु. | જે યજ્ઞનો ત્યાગ કરે છે તેનો ૫રમાત્મા ત્યાગ કરે છે. | જેમને ૫રમાત્માના અનુગ્રહની ઈચ્છા હોય, તેઓ યજ્ઞ કરવાનું ન છોડે. |
પ્રતિભાવો