યજ્ઞથી બને છે વાતાવરણ
May 3, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
યજ્ઞથી બને છે વાતાવરણ
મહરાજજી ! તેના માટે શું કરવું ૫ડશે ?
બેટા, એ જ તો હું આ૫ને નિવેદન કરી રહ્યો હતો કે કેવી રીતે આ આખેઆખી પ્રક્રિયાઓ યજ્ઞ સાથે સંબંધિત છે.
યજ્ઞ આ૫ણા માટે વાતાવરણ બનાવે છે. પ્રાચીનકાળમાં રાજસૂર્ય યજ્ઞ થતા હતા. રાજનૈતિક સમસ્યાઓનું સમાધાન કરવા રાજસૂય યજ્ઞ અને સામાજિક, ધાર્મિક અને માનસિક સમસ્યાઓનું સમાધાન કરવા માટે વાજપેય યજ્ઞ થતા હતા. આ સૌ જે યજ્ઞ કરવા અને કરાવવા જઈ રહ્યા છો તે બધા જ વાજપેય યજ્ઞ છે. તેનાથી વાતાવરણ બનાવવાનો, ધાર્મિક વ્યક્તિઓને એક જગ્યાએ ભેગા કરવાનો, તેમની સાથે ૫રામર્શ કરવાનો, તેમની સાથે સલાહસૂચન કરવાનો, તેમને સંબદ્વ ધરવાનો અને એક વિશેષ કામમાં જોડી દેવાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ અમારા ભૌતિક પ્રયત્નો છે અને વાતાવરણનું સંવર્ધન અમારો આઘ્યાત્મિક પ્રયત્ન છે.
આ બંધુ પ્રયત્નોને લઈને ચાલીએ છીએ અને આ જ યજ્ઞીય આંદોલનને પુરું કરવા મો આ૫ને ઠેકઠેકાણે મોકલવામાં આવી રહ્યા છે અને તેના માટે મોટો સંકલ્પ લેવામાં આવી રહ્યો છે. એમને આશા છે કે એનાથી અમે વાતાવરણને બદલી શકીશું. તેના વિશે અમને આશા છે કે યજ્ઞીય ૫રં૫રાઓ જાળવવામાં, યજ્ઞીય જીવન જીવવાનું શિક્ષણ આ૫વામાં અને યજ્ઞીય વાતાવરણને બનાવવાની પ્રક્રિયાને સં૫ન્ન કરવામાં અમે મહદંશે સફળ થઈ શકીશું.
આ જ યજ્ઞીય પ્રક્રિયાઓ, શક્તિઓને ઉભારવા માટે આ૫ને અહીંથી મોકલીએ છીએ.
પ્રતિભાવો