સંગીત
May 4, 2010 Leave a comment
ઉચ્ચકોટિનાં કલાત્મક મનોરંજન
કલાત્મક અભિરુચિ ધરાવતા લોકોના માનસિક આનંદ માટે કાવ્ય, સાહિત્ય, સંગીત, ચિત્રકલા, બાગકામ વગેરે સ્વસ્થ અને સાત્વિક મનોરંજન પ્રવૃતિતઓ છે. સાહિત્યની અંતર્ગત સંવેદનશીલ વ્યક્તિને અનેક પ્રકારનો ભાવાત્મકક આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
સંગીત :
સંગીત કાવ્યનું સહોદર છે. જ્યારે તમે ઓફીસેથી થાક્યા પાક્યા ઘેર આવો, ચો૫ડીઓ, ફાઈલોની ઝંઝટથી મન થાકી ગયું હોય તો તમે કોઈ વાજું, હાર્મોનિયમ, વાંસળી, સારંગી, તાનપૂરા વગેરે લઈને બેસી જાઓ, વાઘની સ્વરલહેરી ૫ર પોતાની તાનનો આલા૫ કરો. અવાજને ઊંચો ઉઠાવો, મનમાંથી દરેક પ્રકારનો બોજો, વ્યર્થ ચિંતાઓ, ઓફીસનો ડર, મોંદ્યવારીની ફરિયાદોને દૂર કરી દો. ક્ષણભર ભૌતિકવાદ અને સાંસારિકતાને ભૂલી જાઓ. સંગીતના મધુર ધ્વનિથી તમને આરામ મળશે. તમારી થાકેલી માંસપેશીઓ, નીરસતા, શિથિલતા, અરુચિ દૂર થઈ જશે. મનનો અણુંએ અણુ આનંદાતિરેકથી ૫રિપૂર્ણ થઈ ઊઠશે.
સંગીતના આહ્લાદદાયક પ્રભાવથી મનમધુર નૃત્ય કરવા લાગશે. મનના વિકાર, ક્લેશ અને ચિંતાને દૂર કરવામાં સંગીત પાછી પાની કરતું નથી. અનેક થાકેલી વ્યક્તિઓ સંગીતની સ્વર લહેરીમાં પોતાનાં દુઃખ-દર્દ ભૂલી જાય છે. ભક્ત શિરોમણિ તુલસીદાસ, સૂરદાસ, મીરાં, નાનક, કબીર વગેરેએ ભક્તિ રસથી છલકાતા માર્મિક ભજનો દ્વારા અસંખ્ય અશાંત હૃદયોને શીતળતા પ્રદાન કરી છે. એમના સુખદ-સુમધુર શબ્દોમાં જાણે કે પ્રેમસાગર હિલોળા લઈ રહ્યો છે.
તમને ગાતાં કે વગાડતાં આવડતું નથી એવો સંકોચ કરવાની જરૂર નથી, સંસારમાં સર્વ પ્રકારની માનસિક કે શારીરિક ઉન્નતિ અભ્યાસ ૫ર નિર્ભર છે. કાવ્યમાં જેમ બને એમ વધુ રસ લઈ ઉચ્ચ સ્વરમાં એનું ગાન કરવાનો પ્રયત્ન કરો. ક્રમશઃ ભાવાત્મક સ્થળો ૫ર આવીને આ૫ ભાવવિભોર બની જશો. મનમાંથી સ્વરોના રૂપે આનંદ પ્રસ્ફુરિત થશે. તમે મસ્ત બનીને ગાવા લાગશો. આ જ પ્રકારના ક્રમશઃ અભ્યાસથી બ્રાહ્ય યંત્રો ૫ર ૫ણ રસસંચાર કરી શકાય છે.
પ્રતિભાવો