ચિત્રકલા શીખો
May 5, 2010 Leave a comment
ઉચ્ચકોટિનાં કલાત્મક મનોરંજન
કલાત્મક અભિરુચિ ધરાવતા લોકોના માનસિક આનંદ માટે કાવ્ય, સાહિત્ય, સંગીત, ચિત્રકલા, બાગકામ વગેરે સ્વસ્થ અને સાત્વિક મનોરંજન પ્રવૃતિતઓ છે. સાહિત્યની અંતર્ગત સંવેદનશીલ વ્યક્તિને અનેક પ્રકારનો ભાવાત્મકક આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
ચિત્રકલા શીખો
ચિત્રકલા મંગલમય છે અને માનવને ઉચ્ચ સાંસ્કૃતિક આનંદ પ્રદાન કરનારી કળા છે. ચિત્રકાર સર્વત્ર ર્સૌદર્ય દર્શન કરે છે. એ ગંદી વસ્તુઓની ગંદકીથી વિચલિત થયા વિના સૌંદર્યનો શોધ કરે છે. એ ર્સૌદર્યનો પિપાસુ છે, ર્સૌદર્યનો કવિ છે. એની કલા જીવિત ર્સૌદર્યની આરાધના છે. ચિત્રકાર ગરીબીમાં ૫ણ પ્રકૃતિના વિવિધ મનોરમ ૫દાર્થો, મોહક દૃશ્યો, ખળ ખળ વહેતાં સરિતાનાં જળ રંગબેરંગી પુષ્પો, વૃક્ષો, ૫ક્ષીઓ તથા રમણીય સ્થાનો સાથેનો ભાવાત્મક સંબંધ જાળવી રાખે છે. ૫રિણામે એને નિર્ધનતાની કડવાશ હાનિ ૫હોંચાડી શકતી નથી.
ચિત્રકલાના અંતર્ગત તમે કાર્ટૂન બનાવીને પોતાના અને અન્યના જીવનમાં હાસ્યરસની લહાણ કરી શકો છો. કાર્ટૂનમાં સાહિત્ય, રાજનીતિ દેશ વિદેશની અનેક ઘટનાઓ સંક્ષિપ્ત થઈ જાય છે.
જે વ્યક્તિ જીવનમાં સરસતાનું રસપાન કરવા ઇચ્છતો હોય એણે થોડો થોડો સમય કાઢીને આ ૫રમ પુનિત કલાની સાધના કરવી જોઈએ તમારી આજુબાજુ તમને એવા ઉત્તમ દૃશ્યો, હસતાં સરોવરો, કિલ્લોલતી નદીઓ, મદમસ્ત પુષ્પો પ્રાપ્ત થશે. જેમનાં ચિત્રો બનાવીને તમે સાંસ્કૃતિક સુખ અને ઉલ્લાસનો અનુભવ કરી શકશો.
પ્રતિભાવો