ખાલી હાથે ન જાવ
May 7, 2010 1 Comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
ખાલી હાથે ન જાવ
મિત્રો ! પ્રાચીનકાળની પરંપરા એ છે કે જ્યારે આપ કોઈ દેવતાની નજીક જાવ છો, તો તો ભલે એક તુલસી નું પાન લઈને જાઓ, પણ ચઢાવો જરૂર ચઢાવો.
સંત પાસે જાવ તો ભલે આપ બોર લઈને જાઓ, પણ કંઈક લઈને જાવ. ખાલી હાથે ન જાવ. જ્યારે કોઈ પંડિતને કહો કે અમારી જન્મકુંડળી જોઈ આપો, અમારે ત્યાં દિકરો જન્મ્યો છે, તો કુંડળી બનાવી આપો વગેરે, તો ભલે આપની પાસે બે પૈસા જ હોય, પણ પહેલા પોથી પર જ ચઢાવી દેજો.
ના સાહેબ ! અમે તો નવી ફેશનના છીએ, નવી પદ્ધતિના માણસ છીએ. ગમે ત્યાં જઈએ છીએ, લેવા દેવાનું કોઈ કામ નથી. બસ, સલામ ભરીએ છીએ અને અમારી વાત કહીને અમારું કામ કઢાવી લઈએ છીએ.
ના બેટા ! એવું ન કરતો. ક્યાંય ખાલી હાથે ન જતો. ખાલી હાથે જવાથી દેવતા નારાજ થઈ જાય છે.
ખાલી હાથે જવાથી પાપમાં પડાય છે ! દેવતાને આપે આપના ઘરે બોલાવ્યા અને ખાલી હાથે વિદાય કરી દીધા તો એ નારાજ થઈ જાય છે. ના સહેબ ! દેવતા નારાજ નહિ થાય. સારું સ્દેવતા નારાજ નહિ થાય, તો જો પહેલા પત્ર લખીને તારા જમાઈને બોલાવજે અને જમાઈને પાછા જતી વખતે ભાડું આપવાનો ઈનકાર કરી દેજે અને રૂપિયા પૈસા જે આપે છે તે પણ આપતો નહિ. તેવી જ રીતે જ્યાં તારી દિકરી પરણાવી છે તે વેવાઈને બોલાવજે. વેવાઈને સારુ સારુ જમાડજે અને જ્યારે તેઓ જવા માગે તો તેમને રૂપિયા પૈસા આપતો નહિ. રસ્તામાં નાસ્તો કરવા માટે પૂરી વગેરે બાંધતો નહિ. એમને સ્ટેશને મૂકવા પણ જતો નહિ તો શુ થાય ? એ વેવાઈ નારાજ થઈ જશે અને ફરીથી આપને ત્યાં આવશે જ નહિ. જમાઈને પણ નારાજ થઈ જશે અને ફરી આવશે નહિ. પંડિતજી પણ નારાજ થઈ જશે. કેવી રીતે નારાજ થઈ જશે ?
nice blog
visit my blog
http://www.funtimeclub.com
LikeLike