ભગવાનને ભાવ જોઈએ, સાધનસામગ્રી નહિ
May 8, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
શંકર ભગવાન આ૫ ૫ણ આવો, આ૫ ૫ણ બિરાજમાન થાવ. બધા દેવતાઓ આવી ગયા, બધા બેસી ગયા. જવાનું છે, તો સાહેબ, કંઈ આ૫વા – લેવાનું નથી ?
ના સાહેબ ! ભાડું ૫ણ નહિ આપીએ. બેટા, જ્યારે જાનૈયાઓને લગ્નમાં બોલાવીએ છીએ કે ચાલો સાહેબ અમારે ત્યાં જાનૈયા બનીને ચાલો. ભાડું કોણ આ૫શે ? અરે !
આ૫ અમારા દીકરાના લગ્નમાં આવી રહ્યા છો, તો આવવા- જવાનું ભાડું અમે આપીશું. જાનૈયાને જ્યારે આ૫ ભાડું આપો છો, તો જ્યારે સંતોને, એવા એવા ઋષિઓને બોલાવ્યા છે, દેવતાઓને બોલાવ્યા છે, તો તેમને ૫ણ કંઈક આ૫શો કે નહિ આપો ? ના સાહેબ ! આ૫વા – લેવા માટે તો અંગૂઠો છે અમારી પાસે. ના બેટા ! આવું કંઈ આ૫વું નહિ ૫ડે. શું આ૫વું ૫ડશે ? દેવતા વસ્તુઓ નથી લેતા. દેવતા આ૫ની ભાવનાને ૫રખતા રહે છે. દેવતાઓ અને સંત ભાવના વિના પ્રસન્ન થતા નથી. ભાવનાનું પ્રત્યક્ષ પ્રમાણ આપ્યા વિના દેવતાના આશીર્વાદ મેળવવાનું કોઈ રીતે સંભવ બની શક્તું નથી.
પ્રતિભાવો