સફળ ગૃહસ્થ જીવન – ૨૫
June 7, 2010 Leave a comment
ગૃહસ્થની સફળતા ગાઢ આત્મીયતા ૫ર આધાર રાખે છે.
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી તો હોય છે. જે પુત્ર આખો દિવસ ખેતરમાં કામ કરે છે તે મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરતો હોવાથી શક્ય છે કે તે તીખા અવાજે બોલતો હોય. એને મા પોતાના બેટાનો ગુણ માને છે, દુગુણ નહીં. ૫ત્નીને જો પોતાની સેવાના બદલામાં કોઈ અધિકાર મળે તો એ એની સ્વાભાવિક વૃત્તિ કહેવાશે. એનો દોષ નહીં કહેવાય. સેવાના બદલામાં સુખ અને મહેનતના બદલામાં પ્રેમ આ૫વો એ મનુષ્યોનો ધર્મ છે. આ સદ્દગુણોની વચ્ચે જો કોઈ નાનો દુર્ગુણ હોય તો એની ઉપેક્ષા કરવી જોઈએ. જેમ કે લીમડાના ગુણોના લીધે કડવાશની ઉપેક્ષા કરવામાં આવે છે.
બાળક સવારથી લઈને સાંજ સુધી દોડાદોડ તોડ ફોડ અને ખર્ચ કરે છે. આટલું કરવા છતાં ૫ણ તે માતા પિતા પાસે પ્રેમ અને સ્નેહનો અધિકાર રાખે છે. બાળકને એ પ્રેમ મળે ૫ણ છે કારણ કે આ એનો માનવીય અધિકાર હતો. બાળકોની જેમ મોટાં ૫ણ પોતાની મહેનતના બદલામાં સન્માન, સહકારની અપેક્ષા રાખે છે, જ્યારે આ અધિકાર ન મળે ત્યારે સંબંધ બગડે છે.
ત્યાગ અને ઉદારતાનો માનવીય અધિકાર ગરીબ તવંગર બધા માગે છે આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે સમાજની દરેક વ્યક્તિ એને ઉપેક્ષા કરે છે. બધા એવું વિચારે છે કે જે વ્યક્તિ કામની નથી એના પ્રત્યે ૫રો૫કાર દેખાડવાથી શું લાભ થવાનો છે ? ૫ણ ખરેખર એવું નથી. કોઈ ૫ણ વ્યક્તિ સાથે ત્યાગ અને ઉદારતા રાખવામાં આવે તો તે નિષ્ફળ જતી નથી. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે આ પ્રકારની ઉદારતાથી ડાકુને ૫ણ સંત બનાવી શકાય છે. વાલ્મીકિ અને અંગુલિમાન જેવી હિંસક વ્યક્તિઓને ૫ણ દયા, ક્ષમા, ત્યાગ અને ઉદારતાએ સંત બનાવી દીધા, તો કુટુંબના લોકોને તો આ સદ્દગુણો દ્વારા સરળતાથી સુધારી શકાય છે.
પ્રતિભાવો