GG-03 : રિદ્ધિ સિદ્ધિઓનાં આકર્ષણ | Riddhi Siddhina Akarshan | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૧૪. રિદ્ધિ-સિદ્ધિઓનાં આકર્ષણો
આત્મા ૫રમાત્માનો અંશ છે. મનુષ્ય ઈશ્વરનો પુત્ર છે. તેનામાંથી ઈશ્વરમાં રહેલી તમામ શક્તિઓ અને સંભાવનાઓ રહેલી છે. જ્યારે સાધક ગાયત્રી ઉપાસના દ્વારા પોતાના આંતરિક મળવિક્ષેપોને શુદ્ધ કરી લે છે ત્યારે તેના અંતઃકરણમાં દૈવી શક્તિઓનો પ્રાદુર્ભાવ આપોઆ૫ થાય છે. આમ એનામાં સામાન્ય મનુષ્યોમાં ન હોય એવી અને અલૌકિક શક્તિ પ્રગટ થાય છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।
આ અલૌકિક શક્તિઓ મેળવીને કેટલાંક સંકુચિત અને સ્વાર્થી સાધકો એ શક્તિઓનો સાંસારિક હેતુઓ માટે ઉ૫યોગ કરે છે. યશ, પ્રતિષ્ઠા, પૂજન અને મહત્વ મેળવવા માટે એ દૈવી શક્તિઓનું એ લોકો એવું પ્રદર્શન કરે છે કે જેથી લોકો તેમને ચમત્કારીક પુરુષ તરીકે માને છે. આથી સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટેની સ્વાર્થી ઈચ્છાવાળા લોકો તેમની આસપાસ ટોળાંબંધ રીતે ભેગા થાય છે અને સદા તેમને ઘેરી વળે છે. આવા બધા લોકો તરફથી માનપૂજા પ્રાપ્ત કરીને સિદ્ધિ મેળવેલા મનુષ્યો સંતોષ મેળવે છે. વળી આ જ રીતે પોતાના સ્વાર્થને માટે ૫ણ કેટલાક લોકો આવા પ્રકારની પોતાને મળેલી આત્મિક શક્તિના પ્રયોગ બીજાઓ ૫ર કરે છે અને એમના દ્વારા ઈચ્છા મુજબ કામ કરાવે છે. કેટલાક સિદ્ધ પુરુષો પોતાના તપોબળથી બીજાઓના ભાગ્યને બદલી નાખે છે. કેટલાક લોકો તાંત્રિક વામમાર્ગી સાધનાઓ દ્વારા અભિચાર,ઘાત, સંમોહન, પિશાચસિદ્ધિ, યક્ષિણી-સાધના વગેરેમાં સફળતા મેળવે છે અને એ બધા દ્વારા ચમત્કાર પ્રગટ કરીને સ્વાર્થ સાધનાનાં જ કાર્યો કર્યે જાય છે.
આ તો આત્મિક શક્તિનો દુરુ૫યોગ કહેવાય. આસુરી શક્તિઓ શરૂઆતમાં આ સિદ્ધિઓનાં પ્રલોભનો આપી માણસને નીચે પાડે છે. આથી કરીને માણસ અસુરતા છોડીને દેવત્વ તરફ ન જાય એમ આસુરી શક્તિઓ હંમેશા ઈચ્છા રાખતી હોય છે. જાતજાતનાં પ્રલોભનો બતાવીને તે આસુરી શક્તિઓ સાધકોને લલચાવે છે અને મને ભોગ, ઐશ્વર્ય, યશ તથા દુન્યવી ગૂંચવણોમાં પોતાની શક્તિ વાપરી નાખવા આકર્ષ્યા કરે છે. જો સાધક એ પ્રલોભનોમાં ફસાઈ જાય તો તેની પુષ્કળ ૫રિશ્રમથી મેળવેલી આઘ્યાત્મિક કમાણી થોડા દિવસોમાં જ ખલાસ થઈ જાય છે અને તે પાછો ધોયેલા મૂળા જેવો હતો તેવો ને તેવો જ બની જાય છે.
આ ભયથી ગાયત્રી માતા સાધક બચાવે છે તે તેની બુદ્ધિમાં એવી દ્રઢતા પૂરે છે કે સાધક આ રિદ્ધિ સિદ્ધિઓના પ્રલોભનો તણથા આકર્ષણોના ચક્કરમાં ન ૫ડતાં એ બધાં તરફ ઉપેક્ષા વૃત્તિવાળો બને છે અને માતા તરફ જ તન્મય બનીને રહે છે. આમ થવાથી એ આઘ્યાત્મિક શક્તિઓ તેના લક્ષ્યની પ્રાપ્તિના માર્ગમાં તેની સહાયક બનીને તેને જલદખી જ પૂર્ણતા તરફ ૫હોંચાડે છે.
પ્રતિભાવો