GG-03 : સદબુદ્ધિ દાયક સરસ્વતી | Sadbuddhidayak Sarasvati | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૧૬. સદ્દબુદ્ધિદાયક સરસ્વતી
આદ્યશક્તિ, મહામહિમામયી ગાયત્રીનાં ત્રણ રૂ૫ છે- હીં, શ્રીં, કલીં. હીં એટલે સરસ્વતી, શ્રીં એટલે લક્ષ્મી અને કલીં એટલે કાલી. બધાંથી મુખ્ય અને પ્રથમ હીં છે. સરસ્વતીના રૂપે સાધકના મનમાં સદ્દબુદ્ધિરૂપી વીણાપાણિ ભગવતીનો પ્રવેશ થાય છે. હંસની માફક નીરક્ષરનો વિવેક કરનારી દૂરદર્શિતા તથા અંતઃકરણને શુભ આશયથી ઝણઝણીત રાખનારો ઝણકાર, એ બે ભેટો સાધકને પ્રારંભમાં જ પ્રસાદરૂપે મળે છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।
બુદ્ધિની શુદ્ધિ અને સદ્દબુદ્ધિની પ્રાપ્તિ એ બે ભેટ માતા પોતાના ભક્તને આપે છે. બુદ્ધિમાં જે મલીનતા, ચંચળતા, અવ્યવસ્થા વગેરે ભરાઈ રહેલાં હોય છે, તેમને કારણે મગજ અશક્ત રહે છે અને સ્મરણ શક્તિની ઉણ૫, તીક્ષ્ણ ચેતનાશક્તિનો અભાવ, જડતા, સમજણ શક્તિની ખામી, ભુલકણો સ્વભાવ, બૌદ્ધિક કામ કરવામાં થાકી જવું વગેરે વિકારો ઉત્પન્ન થાય છે. આ બધાને લીધે એવાં ઘણાંય કાર્યોની સફળતાનો માર્ગ અટકી જાય છે.
આ દોષોને કારણે વિદ્યાર્થીઓ ઠોઠ રહે છે અને ૫રીક્ષામાં નાપાસ થાય છે.વકીલો, ડોકટરો, ટાઈમકી૫રો, મુનીમો, કારીગરો વગેરે પોતાનાં કાર્યોમાં અનેક પ્રકારની ભૂલો કરે છે. આથી એ બધાની આબરૂ અને આજીવિકા બંને બગડે છે અને એમનો વિકાસ અટકી જાય છે.
ગાયત્રી બુદ્ધિનો મંત્ર છે. તેમાં ઘી તત્વની ઉપાસના મુખ્ય છે. આ મહામંત્રના જ૫થી બુદ્ધિની મલિનતા દૂર થઈ જાય છે અને માનસિક કાર્યો કરનારા લોકોનો માર્ગ સરળ બની જાય છે. ગાયત્રી ઉપાસના કરનાર વિદ્યાર્થીઓ ૫રીક્ષામાં સારાં ગુણ મેળવે છે. અન્ય બુદ્ધિજીવી લોકોની મનોદશામાં સબળતા આવવાને કારણે તેમનાં કાર્યોમાં ઉત્તરોત્તર ઉન્નતિ જ દેખાય છે. મગજમાં બળ આવવાથી અનેક પ્રકારના માનસિક રોગો દૂર થઈ ગયાના દાખલા મોજૂદ છે. માથાનો દૂ:ખાવો, આધાશીશી, ગાંડ૫ણ, ઉન્માદ, વ્યાકુળતા, વિચારવાયુ, દુઃસ્વપ્ન, ભયભીતતા, હીસ્ટીરિયા, મૂર્છા વગેરે રોગોમાં ગાયત્રી ઉપાસનાથી આશાજનક લાભ થાય છે.
સદ્દબુદ્ધિનો સંબંધ સદ્દગુણો સાથે છે. વ્યવસ્થિત કાર્યક્રમ, સ્પષ્ટ વિચાર, સ્થિર બુદ્ધિ, દૂરદર્શી, પ્રતિષ્ઠિત આચરણ, શાંત ચિત્ત, સંતુલિત વિવેકશક્તિ, સૂક્ષ્મ સમજણશક્તિ આ બધું સદ્દબુદ્ધિને કારણે પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ચિત્રમાં સદ્દબુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિના પ્રતીકરૂપે સદ્દગંથોની વર્ષા થતી બતાવવામાં આવી છે. ગાયત્રી ઉપાસનાના ફળરૂપે માતાની આ ભેટ તેના બાળકોને અવશ્ય પ્રાપ્ત થાય છે.
પ્રતિભાવો