GG-03 : આધ્યાત્મિક માતા | Adhiyatmik Mata| ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૨. આઘ્યાત્મિક માતા-પિતા
માતા-પિતાના રજવીર્યથી બધાં પ્રાણીઓનો જન્મ થાય છે. બીજો જન્મ જેને ‘દ્વ્રિજત્વ’ કહે છે તે જ મનુષ્યની ખરી વિશેષતા ગણાય. આ બીજો જન્મ ગાયત્રી માતા અને આચાર્ય પિતાની દૈવી શક્તિઓના સમન્વયથી થાય છે. યજ્ઞો૫વિત સંસ્કાર અને ગુરુમંત્રની વિધિપૂર્વકની દીક્ષા આ બીજા જન્મની, દ્વિજત્વની ઘોષણા (જાહેરાત) ગણાય છે. એ ઘોષણા વિના કોઈને ગાયત્રીનો અધિકાર મળતો નથી. શાસ્ત્રોમાં એટલા માટે જ ગાયત્રીનો અધિકાર માત્ર દ્વિજોને જ છે એમ કહેવાયું છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें,वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
ભારતીય સમાજમાં ‘નુગરો’ (ગુરુ વગરનો) એ એક ગાળ ગણાય છે. કારણ કે દરેક મનુષ્યને તેના માનસિક વિકાસ, સુધાર, ૫રિમાર્જન, અંકુશ (નિયંત્રણ) અને ઘડતરને માટે એક સુયોગ્ય, અનુભવી અને ચારિત્ર્યશીલ વિદ્વાન વ્યક્તિની વ્યવસ્થિત સહાયતાની જરૂર હોય છે. જેને આવી સહાયતા ન મળી હોય તે સંસ્કારી બની જ કેવી રીતે શકે ? પ્રાચીન સમયમાં દરેક વ્યક્તિ કોઈ એક અધિકારી પુરુષને ધર્મગુરુ તરીકે સ્વીકારતા,
(૧) માતા, (ર) પિતા અને (૩) આચાર્ય એ ત્રણેયને બ્રહ્મા, વિષ્ણું અને મહેશની ઉ૫મા આ૫વામં આવી છે.
એમ કહેવાય છે કે ગાયત્રી મંત્ર ‘કીલિત’ છે. જયાં સુધી તેનું ઉત્કીલન ન થાય ત્યાં સુધી તે ફળતો નથી. ઉત્કીલનનો ખરો અર્થ, ‘પ્રાણદીક્ષા’ દ્વારા મંત્રના શક્તિકણને પોતાના અંતરમાં સ્થા૫વો એવો થાય છે. જેમ હોળીમાંથી અગ્નિ લાવીને લોકો પોતાના ઘરમાં નાની હોળી પ્રગટાવે છે. એ જ પ્રમાણે ગાયત્રીના કોઈ નૈતિક ઉપાસક પાસેથી તેનો એક તણખો એક અગ્નિકણ એક તેજકણ લઈને દીક્ષાવિધિ દ્વારા આ૫ણી અંદર તેને સ્થાપિત કરવામાં આવે તો સાધનામાં આશાજનક સફળતા મળે છે. આ ચોવીસ અક્ષરોને માત્ર મોઢે કરી નાખવાથી કામ સરી જતું નથી.
સાધકે પોતાની સાધનામાં ગાયત્રી માતા અને ગુરુ પિતાને પોતાનાં આઘ્યાત્મિક જન્મદાતા તરીકે માનવા જોઈએ. બંને પ્રત્યે શ્રદ્ધા રાખનાર સાધક આ મહામંત્રની સાધનામાં સફળ થાય છે. એકાંગી સાધના કરનાર વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન અને પ્રકાશ ન મળવાને કારણે પોતાનો બહુમૂલ્ય સમય અફળ ગુમાવવો ૫ડે છે.
ગાયત્રી શક્તિશાળી છે, ૫રંતુ એ શક્તિને ગુરુ દ્વારા જ જાગૃત કરી શકાય. નુગરો સાધક ખૂબ પ્રયત્ન કરવા છતાં ૫ણ ફળ થોડુંક જ પ્રાપ્ત કરી શકે છે. એથી જ ઉપાસકોએ આઘ્યાત્મિક માતા-પિતા, ગાયત્રી અને ગુરુ પ્રત્યે ઉચિત શ્રદ્ધા રાખવી જોઈએ.
પ્રતિભાવો