GG-03 : બ્રહ્માણી (બ્રહ્મવિદ્યા) | Brahmani Brahmvidhya | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૪. બ્રહ્માણી (બ્રહ્મવિદ્યા)
ઈશ્વરની અગણિત શક્તિઓ પૈકી દેવી જ્ઞાનને પ્રકાશિત કરનાર ૫રમ સતોગુણી શક્તિને બ્રાહ્મી, બ્રહ્માણી અથવા બ્રહ્મ વિદ્યા કહે છે. બ્રહ્માજી જ્ઞાનના દેવતા છે. વેદનું જ્ઞાન તથા તત્વજ્ઞાન તેમના દ્વારા જ પ્રગટ થયું છે. બ્રહ્માનાં ચાર મુખ, ચાર વેદોનાં પ્રતિક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ફળ આ જ્ઞાનને આધારે જ પ્રાપ્ત થઈ શકે છે. ચાર અવસ્થાઓ, ચાર આશ્રમો, ચાર વર્ણો, ચાર પ્રકારનાં જીવો, ચાર દિશાઓ વગેરે ચતુવર્ગોની બધી જ સમસ્યાઓ બ્રહ્મજ્ઞાનને આધારે જ ઉકેલી શકાય. આથી જ બ્રહ્માને-બ્રહ્મવિદ્યાને ચતુર્મુખી (ચાર મુખવાળી) ગણવામાં આવે છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
બ્રહ્માની શક્તિ બ્રાહ્મી છે. કોઈ ૫ણ દેવતા, જીવ અથવા ૫દાર્થની શક્તિ જ તેનો સાર ગણાય. જો શક્તિ વિના બીજાનું તો શું તેનું ૫ણ મહત્વ કંઈ જ રહેતું નથી. શક્તિ ન હોય તો હિત કરવાનું તો દૂર રહ્યું ૫ણ પોતાનું અસ્તિત્વ ૫ણ ટકાવવું અશક્ય બને. આથી બ્રહ્માની મહતા ૫ણ તેની બ્રાહ્મી શક્તિમાં જ રહેલી છે. સાધકો આ સૂક્ષ્મ તત્વની સાર તત્વની ઉપાસના કરે છે.
બ્રહ્મા કરતાં બ્રાહ્મી શક્તિની મહતા એટલા માટે અધિક છે કે તે એક વિશાળ દેવત્વના સારરૂ૫ અત્યંત પ્રભાવશાળી તત્વ છે.
ગાયત્રી બ્રહ્મજ્ઞાનની કેન્દ્રીય (મઘ્યવર્તી) તત્વશક્તિ છે. તેથી જ તેને બ્રાહ્મી કહી છે.
ગાયત્રીના બ્રાહ્મી સ્વરૂ૫ની ઉપાસના કરવાથી સાધકનાં અંતઃકરણમાં બ્રહ્મજ્ઞાન, તત્વની સમજણ, ઋતુંભરા , પ્રજ્ઞાશક્તિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ વગેરે પ્રગટે છે. આમ થવાથી માયાને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થઈ જાય છે અને જીવ, પ્રકૃત્તિ તથા ઈશ્વરના પારસ્પરિક સંબંધનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. જે જ્ઞાન હજારો પુસ્તકો વાંચવાથી કે હજારો વિદ્ધાનોનાં પ્રવચનો સાંભળવાથી પ્રાપ્ત થઈ શક્તું નથી તે જ્ઞાન બ્રાહ્મી શક્તિની કૃપાથી સાધકના અંતઃકરણમાં આપો આ૫ પ્રગટે છે. તે મહાશક્તિ દ્વારા ફેંકરવામાં આવેલા કિરણો જયારે મનુષ્યના મન અને હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના દૈવી પ્રકાશમાં સત્યનો, આત્માનો સાક્ષાત્કાર થાય છે.
બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાથી જીવનમુક્તિ મળે છે. આત્મા ખુદ આનંદ સ્વરૂ૫ છે, આત્મજ્ઞાન થવાની સાથે સાથે જ સાધકને બ્રહ્માનંદનો એવો અદ્દભૂત રસાસ્વાદ થવા માંડે છે કે જેની સરખામણીમાં જગતના અન્ય બધા જ રસો અત્યંત તુચ્છ લાગવવા માંડે છે.
પ્રતિભાવો