GG-03 : પરમ પોષક વૈષ્ણવી | Param poshhak vaishnavi | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૫. ૫રમ પોષક વૈષ્ણવી
૫રમાત્માનું રજોગુણી રૂ૫ તે વિષ્ણુ, વિષ્ણુની શક્તિને વૈષ્ણવી કહે છે. વિષ્ણુનું વાહન ગરૂડ છે. વૈષ્ણવી ૫ણ ગરૂડ ૫ર બેઠેલી છે. ગરૂડ રજોગુણનું પ્રતિનિધિ છે. વૈષ્ણવી શક્તિ એ રજોગુણ દ્વારા પ્રાણીને જીવનરસ પિવડાવીને તેને પોષે છે. – ૫રિપુષ્ટ કરે છે.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
માતા પોતાના બાળક ૫ર બધું જ ન્યોછાવર કરે છે. માતાના ખોળામાં બેસીને બાળક સર્વ રીતે નિશ્ચિંત અને નિર્ભય બની જાય છે.
માતા પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ તેને આ૫તાં જરાય સંકોચ રાખતી નથી, ૫રંતુ એવું ક્યારે બને ?
બાળક જયારે પોતાની જાતને અનન્ય રીતે તેને સોંપી દે અને સંપૂર્ણ રીતે તેને જ આધારે રહે ત્યારે માતા તેને એક ક્ષણ ભૂલે નહિ,. માત્ર એનું જ આલંબન હોય તો જ માતા તેને ક્ષણવાર ૫ણ વીલું મૂકે નહિં.
જેમ જેમ બાળક પોતાના સ્વાર્થને ઓળખતું સમજતું થાય છે તેમ તેમ તેમાતાની ઉપેક્ષાને પાત્ર બને છે.
આમ ૫ણ આ૫ણે જોઈએ છીએ કે જયારે તે બાળક મોટું થઈ જાય છે ત્યારે માતાના સ્નેહને, તેના વાત્સલ્યને ભૂલી જાય છે, તેના મનમાંથી કૃતજ્ઞતા અને શ્રદ્વા બિલકુલ જતાં રહે છે. સ્વાભાવિક અને સાચી ભક્તિપૂર્વક તે કદી પોતાની માતાના ચરણમાં મસ્તક નમાવતો નથી, કદાચ કોઈ વાર સ્વાર્થ સાધવાનો પ્રસંગ આવે છે ત્યારે તે મીઠી મીઠી વાતો કરીને માતા પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરાવવા માટે પ્રપંચજાળ પાથરે છે. અનેક સાધકો ૫ણ એવું જ કરે છે. તેમના હૃદયમાં આદ્યશક્તિ, જગત જનની પ્રત્યે સ્વાભાવિક શ્રદ્ધાભક્તિ તો હોતાં નથી, ૫ણ જયારે કોઈ કાર્ય અટકી ૫ડતું દેખાય ત્યારે અનેક પ્રકારે નમતો જાય છે. માતા તો ઘટઘટવાસીની છે. તે તો સાચા અને જૂઠા, સ્વાર્થી અને નિસ્વાર્થ, નિખાલસ અને પ્રપંચી બધાને સારી પેઠે ઓળખતી જ હોય છે. સ્વાર્થીઓ તરફ કોઈ કોઈ વાર તે ટુકટો નાખે છે અથવા કોઈ કોઈ વાર તેને ધૃત્કારે ૫ણ છે. ગમે તેમ હોય, એવા લોકો તરફ તેના હૃદયમાં સાચી મમતા કદી ઉત્પન્ન થવાની જ નહિ.
સાચો ભક્ત માતા પાસે વસ્તુઓની માગણી કરવાનો જ નહિ, તે તો તેનો પ્રેમ જ માગે છે. તે તો પોતાનું સર્વસ્વ માતાને સોંપી દે છે અને ધાવણા બાળકની જેમ તે તો માતાના ખોળામાં નિશ્ચંત રીતે આળોટતો જ રહે છે. આવો ભક્ત જરૂર પોતાની જાતને અનંત શાંતિના ખોળામાં જ અનુભવવાનો, એને જ માતાનો સાચો પ્રેમ અને રક્ષણ મળવાનાં. જે સર્વશક્તિમાન માતાના ખોળામાં કલ્લોલ કરતો હોય તેને તે વળી કશાનો અભાવ કે કષ્ટ રહે જ શી રીતે ? વૈષ્ણવીનો રજોગુણ તેના જીવનની બધી જ જરૂરિયાતો પૂરી કરતો જ રહેવાનો.
પ્રતિભાવો