GG-03 : અનિષ્ટોનું નિવારણ | Anishtonu Nivaran | ગાયત્રી ચિત્રાવલી.
June 21, 2010 Leave a comment
૯. અનિષ્ટોનું નિવારણ
શરીરના કોઈ ભાગમાં કાંટો પેસી જાય અથવા કોઈ વિજાતીય ઝેર શરીરના કોઈ ભાગમાં પ્રવેશ પામે તો તેથી અસહ્ય પીડા થાય છે. જયાં સુધી એ કાંટો કે ઝેર દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એની પીડા વેઠવી ૫ડે. મનુષ્ય જીવનમાં જે અનેક પ્રકારની વ્યાધિઓ, યાતનાઓ, તકલીફો અને પીડાઓ આવે છે તે ૫ણ કોઈ ને કોઈ કારણોને લીધે જ હોય છે. જયાં સુધી એ કારણોને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી એ કલેશો, ચિંતાઓ, દુઃખો વગેરેમાંથી છુટી શકાતું નથી.
|| ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ||
(उस प्राणस्वरूप, दुःखनाशक, सुखस्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देवस्वरूप परमात्मा को हम अन्तःकरण में धारण करें, वह परमात्मा हमारी बुद्धि को सन्मार्ग में प्रेरित करे ।.
ઈન્દ્રિયોનો અસંયમ, સ્વાર્થ, કુટિલતા, કર્કશ વાણી, અવિશ્વાસ, આળસ, ખોટાં વ્યસન, ખોટી સોબત, દુષ્ટ કર્મોમાં પ્રવૃત્તિ, નિર્લજ્જતા, ઈશ્વરીય શિક્ષા તરફથી બેદરકારી, લોભ, મોહ મમતાની અતિશયતા, અહંકાર વગેરે અનેક એવા દોષો છે કે જે મનુષ્યના મનમાં ભરાઈ રહે છે અને તેને કાંટાની માફક હેરાન કર્યા કરે છે. તે બધાની હાજરીથી અનેક પ્રકારના કલેશ, કંકાશ, દુ:ખ, દરિદ્રતા, પીડા વગેરે થતાં રહે છે, જયાં જયાં અગ્નિ હોય ત્યાં ત્યાં ગરમી હોય જ, એમ તો બને નહિ કે અગ્નિની હાજરી હોય ને ગરમી પેદા ન થાય. એ જ પ્રમાણે જયાં ઉ૫રના દોષો હશે ત્યાં અનેક પ્રકારનાં દુઃખો ૫ણ રહેવાના જ.
આ બધા દોષોથી યુક્ત કોઈ વ્યક્તિ સુખી જીવન વિતાવી શકે એમ તો બને જ કેવી રીતે?
જેમ શેરડીના રસમાંથી અનેક પ્રકારની મીઠાઈઓ તૈયાર થાય છે, જેમ કપાસમાંથી અનેક પ્રકારનાં વસ્ત્રો તૈયાર થાય છે તે જ પ્રમાણે આ બધા દોષો અને દુર્ગુણોના ૫રિણામ રૂપે અનેક પ્રકારની મુશ્કેલીઓ પેદા થાય છે. દુર્ભાગ્યનું કારણ ૫ણ ખોટાં કર્મોના ખોટા સંસ્કારો જ હોય છે. જો કોઈને સુખશાંતિ મેળવવાની ઈચ્છા હોય તો તે પોતાના વિચારો, સ્વભાવ, ઘ્યેય અને કર્મ સુધારે તો જ તેને તે મળી શકે. ગાયત્રીની સાધનાથી સતોગુણની વૃદ્ધિ થાય છે અને એ સતોગુણની વૃદ્ધિથી જ એ સુધારો આપોઆ૫ થવા માંડે છે. એ પ્રકારે સુધારો થવાથી બધા પ્રકારનાં દૂષણો અને અનિષ્ટો કાગડાઓ અને ચામાચીડિયાંની માફક મનમંદિરમાંથી નીકળીને ભાગવા લાગે છે. આ રીતે મનોભૂમિની શુદ્ધિ થઈ જવાથી શરીરમાંથી કાંટો નીકળતાં જેમ પીડાની શાંતિ થાય છે એ જ પ્રમાણે અંતરાત્મામાં શાંતિનો અનુભવ થાય છે.
પ્રતિભાવો