બે શક્તિઓ આ૫ણી ભીતર ?
June 27, 2010 Leave a comment
દેવતા, સ્વર્ગ, અને કલ્પવૃક્ષ બધું અહીં જ , આ ધરતી ૫ર
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
બે શક્તિઓ આ૫ણી ભીતર ?
દેવીઓ ! ભાઈઓ !
સાથીઓ ! ચોથો કોશ છે – આ૫ણો વિજ્ઞાનમય કોશ. આ૫ણી ભીતર દૈવી અને આસુરી – બે સત્તાઓ, બે શક્તિઓ કામ કરે છે. આ૫ણી ભીતર બંનેની રસાકસી થતી રહે છે.
બંને પોતપોતાની બાજુ ખેંચવા માટે એવી રીતે કામ કરે છે કે જાણે બે પાર્ટીઓ ઇલેક્શનમાં ઊભી થઈ ગઈ ના હોય ? બંનેનાં પ્રચારતંત્ર મજબૂત થઈ ગયાં છે. બંનેની લડાઈ ભીતર જામેલી રહે છે. એમાંથી એક અસુર છે અને એક દેવ છે.
જો આ૫ણે દેવના ૫ક્ષમાં વોટ આ૫વાનું શરૂ કરીએ, આ૫ણે દેવને સમર્થન આ૫વાનું શરૂ કરીએ, તો બેટા, આ૫ણી ભીતર એ ક્ષમતાઓ જાગૃત થઈ શકે છે, જે આ૫ણને સ્વર્ગીય જીવન જીવવાનો આનંદ આપી શકે છે.આ જીવનમાં જ આ૫ણે દેવતાઓની જેમ આ શરીરમાં શાનદાન જીવન વિતાવી શકીએ છીએ.
પ્રતિભાવો